Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

મોરબી અને રાજકોટ હાઈવે પર જીએસટી વિભાગનું ચેકિંગ, ૧.૭૩ કરોડની કર ચોરી ઝડપાઈ.

હાઈ – વે પર ચેકીંગમાં ચાલુ માસમાં ૩૯ શંકાસ્પદ વાહનો ડિટેઈન કરી દસ્તાવેજોની ચકાસણી કરતા કરોડોની કરચોરી બહાર આવી

મોરબી :  કોરોનામાં રાહત થતાની સાથે જ જીએસટી વિભાગ ચેકિંગ હાથ ધયું છે જેમાં રાજકોટ અને મોરબી જિલ્લાનાં હાઈ – વે પર ચેકીંગમાં ચાલુ માસમાં ૩૯ શંકાસ્પદ વાહનો ડિટેઈન કરી દસ્તાવેજોની ચકાસણી કરતા કરોડોની કરચોરી બહાર આવી હતી.આ વાહનોમાં લોખંડ, સિરામીક સહિતના માલનું પરિવહન કરતા ટ્રકોમાં ચેકીંગ કરાયુ હોવાની માહિતી મળી હતી

જીએસટીનાં ફલાઈંગ સ્કવોડે વાહનો ડિટેઈન કરી ડોકયુમેન્ટની ચકાસણી હાથ ધરવામાં આવતા ઈ વે બિલ સહિતનાં નિયમોનો ભંગ થયો હોવાનું બહાર આવ્યુ હતુ. કુલ ૧.૭૩ કરોડની દંડ અને કરની વસુલાત કરવામાં આવી હતી.રાજકોટ અને મોરબી હાઈ – વે પર લોખંડનાં સળીયા, સિરામીક, સ્કેપ સહિતના માલનું વહન કરતા વાહનોનાં ચેકીંગ દરમિયાન શંકાસ્પદ વાહનોને અટકાવીને તપાસ હાથ ધરી હતી.

(9:46 pm IST)