Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

ધોરાજી પોલીસે વાહન ચોરીના ગુનોમાં નાસતા ફરતા આરોપીને ઝડપી લીધો

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:ધોરાજી પોલીસે વાહન ચોરીના  ગુનો માં  નાસતા ફરતા આરોપીને ઝડપી લીધો
રાજકોટ ગ્રામ્ય રાજકોટ પોલીસ અધિક્ષક  બલરામ મીણા  તથા મદદનીશ પોલીસ અધિક્ષક
સાગર બાગમાર  જેતપુર વિભાગ જેતપુર નાઓએ ચોરીના અનડીટેકટ ગુન્હા શોધી કાઢવા તથા આરોપીઓને પકડી આવા ગુન્હાઓ બનતા અટકાવી કાર્યવાહી કરવા સુચના કરેલ હોય જે અનુસંધાને ધોરાજી પો.સ્ટાફના માણસો ધોરાજી પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એ,એસ,આઇ રમેશભાઇ બોદર તથા પો.કોન્સ બાપાલાલ ચુડાસમાને ખાનગીરાહે ચોકકસ હકીકત મળેલ હોય કે જામકંડરોણા તરફથી એક ઇસમ ચોરીના મોટર સાયકલ નંબર GJ-3-AA-3258 નુ લઇને આવે છે અને મજકુર ઇસમ દામનગર પોસ્ટના ફસ્ટ ગુન ૨૧/૨૦૨૧ આઇ.પી.સી. કલમ ૪૦૧.૧૨૦ (બી)૩૪ ના ગુનામાં નાસતો ફરતો છે જેથી જામકંડોરણા ચોકડી પાસે વોચમાં રહી જામકંડોરણા તરફથી એક ઇસમ મોટર સાયકલ નંબર GJ-3-AA-3258 જેના ચેચીસનંMBLHA10EWFHF13861 તથા એજીન નંબર જોતા HA10EWEHF04578 સાથે મળી આવતા જેના ચેચીસ નંબર પોકેટકોપ એપ્લીકેશનમાં ખરાઇ કરતા જેના ખરા નંબરGJ-03-HP-8433 હોય જે મોટર સાયકલ ભાડલા પોસ્ટે એ.પાર્ટ ગુ.ર.નં.૧૧૨૨૧૩૦૦પર૧૦૩૧૩/૨૦૨૧આઇ.પી.સી.કલમ ૩૭૯ ના કામે ચોરીમાં ગયેલ હોય જેથી સદરહુ ઇસમને ઉપરોકત ચોરીના મોટર સાયકલ સાથે પકડી લઇCRPC કલમ ૪૧.૧.(ડી) મુજબ અટક કરેલ તેમજ મજુર ઇસમે દામનગર પોસ્ તેના ગુનામાં નાસતો ફરતો હોય જે અંગેભાડલા પોર્ટ તથા દામનગર પોસ્ટને જાણ કરેલ છે
પકડાયેલ આરોપીઃ-ધીરૂ ઉર્ફે વજુ મચ્છુભાઇ ઉર્ફે બચુભાઇ ચારોલીયા (સોલંકી) જાતે દેવીપુજક ઉ.વ.૬૦ રહે.હાલે જેતપુર દેરડીધાર શીતળામાતાજીનામંદીર સામે જ રાજકોટ મુળ રહે.ધરાળા તા.ગોંડલ જી.રાજકોટકબજે કરેલ મુદામાલ - હીરો પ્લેન્ડર પ્લસ નં. GJ-3-AA-3258 જેના ચેસીસ નંબર- MBLHA10EWEHF13861 તથા એજીન નંબર જોતા HA10EWFHF04578 વાળુ જેના ખરા નંબર GJ-03-HP-8433 કી.રૂ.૧૫,૦૦૦/-શોધાયેલ ગુન્હો:- માડલા પોસ્ટે એ પાર્ટ ગુ.ર.નં.૧૧૨૨૧૩૦૦૫૨૧૦૩૧૩/૨૦૨૧ આઇ.પી. સી. કલમ ૩૭૯ મુજબ દામનગર પોસ્ટે ફસ્ટ ગુરન ર૧/ર૦રઆઇ પી. સી.કલમ ૪૦૧ ૧ર૦ (બી) ૩૪ના ગુનામાં નાસતી ફરતો હતો
કામગીરી કરનારા ધોરાજીના પોલીસ ઇન્સ્પેક્ટર હુકુમતસિંહ .એ.જાડેજા  રમેશભાઇ બોદર એ.એસ.આઇ ધોરાજી રવજીભાઇ હાપલીયા પો.હેડ કોન્સ બાપાલાલ ચુડાસમા પો.કોન્સ પ્રદિપસિહ ચુડાસમા પો.કોન્સસહદેવસિહ ચૌહાણ પો.કોન્સ વિગેરે કામગીરીમાં રોકાયો હતો

(7:33 pm IST)