Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

ધોરાજી પોલીસે જેતપુર જૂનાગઢ ગોંડલ ધોરાજીમાંથી નવ જેટલા મોટરસાયકલ ચોરી કરનાર શખ્સને 2.30 લાખ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો

પોકેટ કોપ તથા સી.સી.ટી.વીનો ઉપયોગ કરી ધોરાજી, જેતપુર,ગોંડલ તથા જુનાગઢ શહેરમાંથી ચોરી થયેલ કુલ ૯ મોટર-સાયકલના મુદામાલ સાથે એક ઇસમને પકડી પાડતી ધોરાજી પોલીસ

   (કિશોરભાઈ રાઠોડ દ્વારા )ધોરાજી:ધોરાજી પોલીસે જેતપુર જૂનાગઢ ગોંડલ ધોરાજીમાં થી નવ જેટલા મોટરસાયકલ ચોરી કરનાર શખ્સને અઢી લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી લીધો
ધોરાજીના પોલીસ ઈન્સપેક્ટર હુકુમતસિંહ જાડેજાએ પત્રકારોને માહિતી આપતા જણાવે છે કે
રાજકોટ ગ્રામ્ય પોલીસ અધીક્ષક બલરામ મીણા  તથા નાયબ પોલીસ અધીક્ષક સાગર બાગમાર.નાઓએ મિલ્કત સંબંધી વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા સુચના આપેલ હોય જે સુચના અને માર્ગદર્શન હેઠળ ધોરાજી પો.સ્ટે એ. પાર્ટ ગુ.ર.નં. ૧૧૨૧૩૦૧૦૨ ૧૦૯૬૬/૨૦૨૧ આઇ.પી.સી.કલમ ૩૭૯ તા.૨૧/૦૯/૨૧ થી ગુન્હો દાખલ થયેલ હોય જે અનુસંધાને ધોરાજી સીટીમા "HAWK-EYE" પ્રોજેકટ હેઠળ લાગેલ સી.સી.ટી.વી કેમેરા તથા જુનાગઢ સીટીમા “VISHWAS પ્રોજેકટ હેઠળ લાગેલ સી.સી.ટી.વી કેમેરા ચેક કરતા આરોપીની ઓળખાણ થઇ જતા ધોરાજી પો.સ્ટે.ના પો.કોન્સ.અરવિંદસિંહ જાડેજા તથા પો.કોન્સ.રવિરાજસિંહ જાડેજાને ખાનગી રાહે સંયુકત હકિકત મળેલ કે આ મોટર સાયકલ યોર ધોરાજી વિસ્તારમા આવેલ છે જેથી હ્યુમન સોર્સ
દ્વારા તપાસ કરતા શંકાસ્પદ હાલતમા મોટર સાયકલ સાથે મળી આવતા પોકેટ કોપનો ઉપયોગ કરી તપાસ કરતાઆ મોટર સાયકલ ચોરી કરેલનું જણાતા ધોરાજી પો.સ્ટેમાં ૧૧૨૧૩૦૧૦૨ ૧૦૯૬૬/૨૦૨૧ થી ગુન્હો દાખલ થયેલહોય જેથી તેને અટક કરી તેના વિરૂધ્ધ ધોરાજી પો. સ્ટે. મા કાર્યવાહી કરવામાં આવેલ છે અને આરોપીની વધુપુછપરછ કરતા અન્ય ચોરી કરેલ ૮ મો.સા ની કબુલાત કરેલ છે.પકડાયેલ આરોપી ભુપતભાઇ નાથાભાઇ મુળીયાસીયા રે- જુનાગઢ આશિર્વાદ સશિકુંજની પાછળ કલેક્ટાર ઓફીસ સામે નીસામે શુભ લક્ષ્મી એપાર્ટમેન્ટ બ્લોક નં-૩૦૫ મુળ ગામ-ધંધુસર તા-વંથલી જી-જુનાગઢ વાળા ને દબોચી લીધો હતો
કબજે કરેલ મુદામાલ મોટર-સાયકલ નંગ ૯ કી.રૂ.૨,૩૦,૦૦૦/- સાથે આરોપીને ઝડપી લીધો હતો પુનામાં ધોરાજી જુનાગઢ જેતપુર પોલીસ સ્ટેશનમાંથી નવ જેટલા મોટરસાઈકલ ચોરી કર્યાની કબુલાત આપી હતી અને જે તે પોલીસ સ્ટેશનને આ બાબતે જાણ કરવામાં આવી છે
કામગરી કરનાર પોલીસ ઇન્સ્પેક્ટર- એચ.એ.જાડેજા પો.ઇન્સ લાલજીભાઇ મનુભાઇ પો.હેડ.કોન્સ હીતેશભાઇ બાબુભાઇ પો.હેડ.કોન્સ અરવિંદસિંહ દાનુભા પો.કોન્સ રવિરાજસિંહ ઘેલુભા પો.કોન્સ શકિતસિંહ મહાવીરસિંહ પો.કોન્સ સલમાબેન અબ્બાસભાઇ પો.કોન્સ વીજળી પોલીસ સ્ટાફ રોકાયો હતો ઉપયોગ બનાવવા અંગે ધોરાજીના પોલીસ ઇન્સ્પેક્ટરો હુકુમતસિંહ જાડેજા તપાસ ચલાવી રહ્યા છે

(7:28 pm IST)