Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

કલ્યાણપુરનાં મેઘપર ટીટોડીની નદીમાં ભારે પુરથી રસ્તો બંધ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ર૪ :.. દેવભૂમિ દ્વારકા જિલ્લાના  કલ્યાણપુર તાલુકાના મેઘપર ટીટોડી વિસ્તારમાં વ્યાપક વરસાદ પડતા ગામની ઉપરવાસ નદીમાં ભારે પુર આવતા ગામના પ્રવેશના રસ્તે પૂલ પરથી પાણી ફરી વળતા ઘોડાપુર નીકળતા રસ્તો બંધ થઇ ગયો હતો તથા રસ્તો બંધ થઇ જતાં લોકો પરેશાન થઇ ગયા હતાં.

કલ્યાણપુર પંથકમાં અનેક જગ્યાએ રસ્તાઓ ભારે વરસાદને કારણે બંધ થઇ ગયાની સ્થિતિ થઇ છે. 

(3:26 pm IST)