Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

જુનાગઢમાં હત્યા કરનાર ઝડપાયો

જુનાગઢ તા.ર૪ ગત તા.ર૧/૯ ના કામના ફરીયાદી ફેઝલભાઇ ઇસાકભાઇ હોથી સંધી મોટાભાઇ અંજુમભાઇ ઉર્ફે મુસાભાઇ ઇસાકભાઇ હોથી ઉ.રપ રહે. જુનાગઢ સાથે મહમદ ઉર્ફે મમલો ઇબ્રાહીમભાઇ ઉર્ફે નીટુભાઇ કુરેશી રહે. કુંભારવાડા જુનાગઢ વાળો અવાર નવાર જગડો કરતો હોય જે વતનુ મનદુઃખ રાખી છરીથી માથામાં તથા છાતીથી નીચેના ભાગે તથા ડાબા પગના સાથળમાં આડેધડ માર મારી ગંભીર જીવલેણ ઇજાઓ કરી મોત નીપજાવી ગુન્હો બનેલ જે બાબતે એ ડીવી.પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧ર૦૩૦ ર૩ર૧ર૦પ૮ ઇ.પી.કો.ક.૩૦ર તથા જી.પી.એકટ ક.૧૩પ મુજબનો ગુન્હો રજી.થયેલ.રેન્જના નાબય પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવારની સુચના તથા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમશેટ્ટીના માર્ગદર્શન હઠળ ઉપરોકત બનાવમાં સંડોવાયેલ આરોપીને તાત્કાલીક પકડી પાડવા સુચના કરવામાં આવેલ જે આધારે ક્રાઇમ બ્રાન્ચ જુનાગઢના ઇ.ચા. પો.ઇન્સ. એચ.આઇ. ભાટી, પો.સ.ઇ. ડી.જી.બડવા પો.સ.ઇ. અ.ડી.વાળા તથા પો. સ.ઇ ડી.એમ.જલુ તથા બ્રાન્ચના પો. સ્ટાફના માણસો સદરહું ગૂન્હામાંસંડોવાયેલ આરોપીને દબોચી લેવા વોચ તપાસમાં હતા દરમ્યાન ઇ.ચા.પો.ઇ.એચ.આઇ. ભાટ્ટી તથા પો.હેડ કો. વી.કે. ચાવડા તથા પો.કોન્સ. સાહિલ હુસેનભાઇ સમાને હકિકત મળેલ કે આ કામે સંડોવાયેલ આરોપી જુનાગઢ સુખનાથ ચોક કુંભારવાડામાં રોશનબેન હુસેનભાઇના મકાન પાસે છુપાઇને ઉભેલ હોય જેથી તુરત જ સદરહું જગ્યાએ તપાસ કરતા આરોપી મહમદ ઉર્ફે મામલો ઇબ્રાહીમત ઉર્ફે નીઢુભાઇ કુરેશ રહે. જુનાગઢ કુંભારવાડા બાપુની દુકાન પાસેવાળો મળી આવતા રાઉન્ડઅપ કરી ક્રાઇમ બ્રાન્ચ કચેરી ખાતે લાવી આગળની કાર્યવાહી અર્થે ડીવીજન પો.સ્ટે.ને સોપી આપવામાં આવેલ છે.

આ કામગીરીમાં એ.એસ.હાઇ. વિ.એન.બડવા તથા પો.હેડ કોન્સ. વિક્રમભાઇ ચાવડા યશપાલસિંહ જાડેજા, તથા પો.કો. ભરતભાઇ સોલંકી મયુરભાઇ કોડીયાતર તથા ડ્રા.પો.કો. જગદીશભાઇ ભાટુ મુકેશભાઇ કોડીયાતર વિગેરે પો.સ્ટાફએ સાથે રહી કરવામાં આવેલ.

એ.ડીવી.પો.ગુ.ર.નં. ૧૧ર૦૩૦ ર૩ર૧ર૦૪૯ તા. ર૦/૯ આઇ. પી.  સી. કલમ ૩૬૩ મુજબનો ગુન્હો દાખલ થયેલ જેમાં ફરીયાદીના સગીર વયના પ્રૌત્ર જુમીલ ઉ.વ.૧૧ વર્ષ૩ મહિના (જ.તા.રપ/પ/ર૦૧૦) વાળાનું કોઇ અજાણ્યો ઇસમ ભગાડી અપહરણ કરી લઇ જઇ ગુન્હો કર્યા બાબતનો ગુન્હો રજી થયેલ હોય અને આ બાબતે સગીર વયના બાળકની શોધખોળ કરતા હોય તે દરિયાન હકકીત મળેલ કે એ.ડી.પો. ગુ.ન. ૧૧ર૦૩૦ર૩ર૧ર૦૪૯ આઇ.પી.સી. કલમ ૩૬૩ મુજબના ગુન્હાનો ભોગ બનના બાળક ગડુ રેલ્વે સ્ટેશન તા.માળીયાહાટીના હોય જેથી પો. સ્ટાફે હકકીતવાળી જગ્યાથે ભોગબનાર બાકળનો કબ્જો લઇ એડીવી. પો. લાવી બાળકની પીતાની હાજરીમાં પુછપરછ કરતા બાળકે જણાવતો હોય કે મારે મારી માતા રહે. પાલડી ગામ ગડુની બાજુમાં રહેતી હોય ત્થા જવુ હોય પણ મને ટ્રેનમાં ઉંઘ આવી જતા હું સોમનાથ પહોચી ગયેલ અનેત્યાથી પાછો ગડુ આવેલ અને અહી રેલ્વે સ્ટેશનને બેઠો હતો તે દરમ્યાન તમો પોલીસ મને અહી જુનાગઢ લાવેલ અને મને કો લઇ ગયેલ ન હતા પણ મને મારી માતાની યાદ આવતી હોય હુ પોતાની મેળે મારી માતાને મળવ જતો રહેલ હતો આમ હકીકત જણાવતો હોય આમ એ.ડી.વી.પો.સ્ટેશન પોલીસ દ્વારા તાત્કાલીક કાર્યવાહી સગીર વયના બાળકને હેમખેમ ગડુ તા.માળીયા હાટીના ખાતેથી પરત લાવી તેના પીતાને સોંપી સરાહનીય કામગીરી કરેલ છે.

આ કામગીરી એ.ડીવી.પો.ના પો. ઇ.એમ.એમ વાઢેરની સુચના મુજબ પો.સબ.ઇ.એ.કેપરમાર સા.તથા એ.એસ.આઇ.એમ.ડી. માડમ તથા પો.હે.કો. પંકજભાઇ લાલજીભાઇ તથા પો.કો.પ્રવીણ રાણીંગભાઇ તથા પો.કો. કલ્પેશ ગેલાભાઇ તથા પો.કો. દીનેશભાઇ રામભાઇ તથા પો.કો. સંજય સવદાસભાઇ તથા પો.કો.ભરતભાઇ દલપતભાઇ વિ. પો.સ્ટાફનાઓએ સાથે રહી કામગીરી કરેલ છે.

જુગાર રમતા ૬ ઝડપાયા

(૧) કાંતાબેન વા/ઓ મનસુખભાઇ રાઘવભાઇ રાઠોડ ઉ.૩પ રહે. લીરબાઇપરા રેલ્વે ફાટક પાસે (ર) વિલાસબેન વા/ઓ ભુપતભાઇ બચુભાઇ ખાંભલા ઉ.૪૦ લીરબાઇપરા(૩) રાજીબેન વા./ઓ માલદેભાઇ નાથાભાઇ જોજા ઉ.૬૦ રહે. લીરબાઇપરા, કાંધી કૃપા મકાન(૪) કાજલબેન વા/ઓ ચંદ્રેશભાઇ વરજીભાઇ દેત્રોજા ઉ.૩૩ રહે. ઝાંઝરડા રોડ, દિપાલીપાર્ક ર (પ) જીગ્નેશભાઇ હરીભાઇ ચાવડા ઉ.૩ર રહે. ધણફુલીયા સીતારામ નગર તા. વંથલી (૬) રમેશભાઇ મોહનભાઇ રાઠોડ ઉ.૪ર રહ. પંચેવશ્રવાડીયામાં પુનાભાઇ રબારીના ઘરમાં ભાડેને ઝડપી લીધા હતા. ક

ક્રાઇમ બ્રાન્ચના ઇ.પો.ઇ. એચ.આઇ. ભાટી તથા પો.સ.ઇ. ડી.જી.બડવા તથા પો.સ.ઇ. એ.ડી.વાળા તથા એ.એસ.આઇ. વિ.એન.બડવા તથા પો.હે. કો. યશપાલસિંહ જાડેજા, શબીરખાન, બેલીમ જીતેષ મારૂ તથા પો.કો. ભરતભાઇ સોનારા, મયુરભાઇ કોડીયાતર ડ્રા.પો.કો. મુકેશાભઇ કોડીયાતર તથા મહિલા પો.કો. વિણાબેન હરેશભાઇ નાગાણી વિગેરે પોલીસ સ્ટાફએ સાથે રહી આ કામગીરી કરેલ છે.

(1:42 pm IST)