Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

અમરેલીમાં કરોડોની છેતરપીંડી કેસમાં બેન્ક મેનેજરની જામીન અરજી રદ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.૧૪ : અમરેલીની સહજ સીટીના શ્રી કરસનભાઇ નસીત સાથે કરોડોની છેતરપીંડી કરવાના કેસમાં સી.આઇ.ડી. ક્રાઇમે પકડેલ મુંબઇના લોઅર પરેલની યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા શાખાના મેનેજરનીજામીન અરજી અમરેલી કોર્ટે રદ કરી હતી.

ર૦૧૭ની સાલમાં તા.ર૩ અને ર૪ જુન દરમિયાન અમરેલી સહજ સીટી ખાતે રહેતા કરશનભાઇ ખીમાભાઇ નશીતએ આસુતી ટ્રેડીંગ પ્રાઇવેટ લીમીટેડ કંપનીના અભય નરેન્દ્ર લોઢા, અરૂણ તિવારી, સિધ્ધાર્થ મદનલાલ બાઘરેચા, રાજકુમાર ગોયેલ, દિવ્યેશ શાહ, પ્રમોદ માલપાઠક અને દેવાશીશ પાલ સામે ફરિયાદ કરીહ તી કે તેમણે સહજ સીટીની  મિલ્કતના દસ્તાવેજો ઉપર ૩૮ કરોડની લોન યુનિયન બેંક ઓફ ઇન્ડિયા લોઅર પરેલ બ્રાંચ મુંબઇમાંથી અપાવવાનું કહી તેમની ૪૦ કરોડની કિંમત મિલ્કત ગેરકાયદેસર રીતે યુનિયન બેંકની પરેલ બ્રાન્ચ મારફત સબ રજીસ્ટ્રાર ઓફિસમાં કરાર કરી ગીરવે મુકી દીધી હતી. હકિકતમાં એ મિલ્કત ઉપર લોન લેવાને બદલે તેને આસુતી ટ્રેડીંગની બાકી રહેતી પ૦ કરોડની લોન પેટે નવા ગેરેન્ટડે તરીકે મોર્ગેજ કરાવી હતી.

૩૮ કરોડની લોન પેટે ૧૮ કરોડ કરશનભાઇ અને બાકીના ૧૮ કરોડ અભય લોઢાએ લેવાના અને ર કરોડની બેંકના ચેરમેનને કરપ્શનનાં આપવાનું નકકી કરેલ અને આ લોન પેટે કરશનભાઇને ૧૮ કરોડના ચેક લખી આપેલ અને તે પૈકી ૬ કરોડને ૮ર લાખ જમા કરાવેલ. બીજી તરફ કરશનભાઇએ તપાસ કરાવતા જાણવા મળેલ કે તેમની છેતરપીંડીથી પ૦ કરોડની લોનમાં ગેરન્ટેડ તરીકે સહજ સીટીની મિલ્કતો મુંબઇની યુનિયન બેન્ક ઓફ ઇન્ડીયામાં મોર્ગેજ કરાવી બેન્કના ચેરમેન સહિત સાતે ઠગાઇ  કરીહ તી. હકિકતમાં આસુતી ટ્રેડીંગ ઉપર એનપીએ થતા સીબીઆઇ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હતી અને ર૦૧૬માં તેમણે લીધેલી પ૦ કરોડની લોન એનપીએ થઇ હતી. આ પ્રકરણમાં આઇડી ક્રાઇમ રાજકોટની અમરેલી શાખા દ્વારા ડીટેકટીવ પોલીસ ઇન્સ્પેકટરશ્રી ડી.ડી. લાડુમોર દ્વારા , જુલાઇ ર૦ર૦ના ગુનોદાખલ કરવામાં આવ્યો હતો અને ર૦ દિવસ પહેલા યુનિયન બેંક ઓફ ઇન્ડીયાની લોઅર પરેલ બ્રાન્ચના મેનેજર પ્રમોદ માલ પાઠકની ધરપકડ કરી ૬ દિવસના રીમાન્ડ પર લીધેલ અને રિમાન્ડ પુરા થતા જેલ હવાલે કરવામાં આવેલ. જેલમાંથી માલપાઠકે ચીફ કોર્ટમાં જામીન અરજી કરી હતી. જે નામંજુર થતા માલ પાઠકે સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરેલ અને તેની સામે સી.આઇ.ડી. ક્રાઇમે સોગંદનામુ કર્યુ હતુ અને અમરેલી સેશન્સ કોર્ટમાં ફરિયાદ પક્ષે એડવોકેટ શ્રી સંજય ડાંગર અને સાગર મેતાએ વિજય માલીયા, નિરવ ચોકસી સહિતના લોકોએ કરેલા બેંકના ફ્રોડ બેંકની મીલીભગતથી જ થતા હોવાની અને તેમને છોડવા માટે કરેલી દલીલો માન્ય રહી હતી. ડિસ્ટ્રીકટ સેશન્સ જજ પી.એસ.બ્રહ્મભટ્ટે આરોપીની જામીન અરજી રદ કરી હતી.

(1:41 pm IST)