Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

પોરબંદરના ખંભાળા અને ફોદારા જળાશય વિસ્તારમાં સવા ઇંચઃ રાણાવાવમાં અર્ધો ઇંચ

પોરબંદર અને કુતીયાણામાં છુટાછવાયા ઝાપટાઃ સખત બફારો

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા., ર૪: શહેરને પાણી પુરૂ પાડતા ખંભાળા અને ફોદાળા બન્ને જળાશયો વિસ્તારમાં સરેરાશ સવા ઇંચ વરસાદ આજે સવારે છેલ્લા ર૪ કલાકમાં પડી ગયો હતો.

જીલ્લા કંટ્રોલ મુજબ પોરબંદર પ મી.મી. (૭ર૧ મી.મી.), રાણાવાવ ૧ર મી.મી. (૭૮૮ મી.મી.) કુતિયાણા ૯ મી.મી. (૮૯પ મી.મી.) ખંભાળા જળાશય ૩૧ મી.મી.(પ૧૪ મી.મી.) નવુ પાણી ૩ ઇંચ હાલ સપાટી ૩૦,૪ ફુટ ફોદાળા જળાશય ર૭ મી.મી. (૬પ૭ મી.મી.) નવુ પાણી ૪ ઇંચ હાલ સપાટી ૩૪.પ ફુટ એરપોર્ટ હવામાન કચેરી મુજબ પોરબંદર વરસાદ ૮.૮ મી.મી. (૭૭૯,૩ મી.મી.)  ગઇકાલ રાત્રીથી પોરબંદરમાં છુટા છવાયા ઝાપટા વરસી જાય છે. દરીયામાં દુરના ભાગે આંધી છવાઇ છે.

(1:39 pm IST)