Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

જામનગરના જોડિયા પંથકમાં વાડી - ખેતરો બેટમાં ફેરવાયા : પાકને નુકસાન

જામનગર : જિલ્લાના જોડિયા પંથકમાં સાતથી આઠ ઈંચ જેટલા ભારે વરસાદને પગલે અનેક ગામોમાં વરસાદી તારાજી સામે આવી છે ક્‍યારેક જોડિયા તાલુકાના લીંબુડા ગામે વરસાદ વરસતા ખેતરોમાં પાણી ભરાયા હતા અને ખેતરો બેટમાં ફેરવાયા હતા. ખેતરોમાં ઉભા પાકમાં પાણી ફરી વળતા ઉભો પાક નિષ્‍ફળ થઈ રહ્યો છે. લીંબુડા ગામે વરસાદી પાણીથી ખેતરોમાં મગફળી, કપાસ, ડુંગળી સહિતના પાકોને ભારે નુકસાન થયું છે. ત્‍યારે ખેડૂતો દ્વારા વરસાદી તારાજી ને થયેલ નુકશાનીના પગલે સર્વે કરી યોગ્‍ય વળતર આપવામાં આવે તેવી માગણી ઉઠવા પામી છે (અહેવાલ : મુકુંદ બદિયાણી, તસવીરો : કિંજલ કારસરીયા, જામનગર)


 

(12:43 pm IST)