Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

પડધરીમાં બાથરૂમમાં પડી જતાં ૬૦ વર્ષના અબ્બાસભાઇ શેખનું મોત

રાજકોટ તા. ૨૪: પડધરીમાં રહેતાં વૃધ્ધ બાથરૂમમાં પડી જતાં ઇજા થતાં મોત નિપજ્યું હતું.

પડધરી  મેઇન બજાર લાયબ્રેરી શેરીમાં રહેતાં અબ્બાસભાઇ મંજુરભાઇ શેખ (ઉ.વ.૬૦) નામના વૃધ્ધ ગઇકાલે સવારે ઘરના બાથરૂમમાં પડી જતાં માથા શરીરે ઇજાઓ થતાં પડધરી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. તેમનું આજે વહેલી સવારે મોત નિપજતાં પરિવારજનોમાં માતમ છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના રણછોડભાઇ સાંબડ અને જયમિન પટેલે કાગળો કરી પડધરી પોલીસને મોકલ્યા હતાં.

મૃત્યુ પામનાર અબ્બાસભાઇ અગાઉ સોની કામ કરતાં હતાં. હાલમાં નિવૃત જીવન જીવતા હતાં. તેઓ ચાર ભાઇમાં નાના હતાં અને નિવૃત જીવન જીવતાં હતાં. સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. 

(11:38 am IST)