Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

જોડીયા પાસેના ડાયવર્ઝનનું ધોવાણ

આમરણ તા.ર૪ : જોડીયા તાલુકામાં વહેલી સવારથી બપોર સુધીમાં પ થી ૮ ઇંચ જેટલો અતિ ભારે વરસાદ પડી જતા કેશીયા ગામના પાટીયા પાસે અગાઉ તુટી ગયેલા  પુલના સ્થાને સિમેન્ટના પાઇપ નાખી બનાવાયેલ ડાયવર્ઝનનું ધોવાણ થતા જામનગર કંડલા કોસ્ટલ હાઇવે પરના વાહન વ્યવહારને બાદમાં કેશિયા ગામના પાદરમાં થઇને એપ્રોચ માર્ગે ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી.

ગત સાલ ચોમાસામાં આ સ્થળે ધરાશાયી થયેલ પુલના સ્થાને નવો પુલ બનાવવા થોડા દિવસો પહેલા પ્રાથમીક કામગીરીનો પ્રારંભ કરાયો હતો. એક માસમાં જ આજે બીજી વખત પાણી ધસમસતા પ્રવાહે ડાયવર્ઝન રફેદફે કરી નાખતા જામનગર-કચ્છ  વચ્ચે દોડતા વાહન ચાલકોને હાડમારીનો સામનો કરવો પડયો હતો.

(11:38 am IST)