Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

થાન પોલીસે ૯૩૦૦૦નો દારૂ ઝડપી લીધો

વઢવાણ તા. ૨૩ : થાનગઢ ખોડીયાર માતાના મંદીર પાસે વોચમાં હતા તે દરમ્યાન એક ઇકો ગાડી રજી. નં. જીજે ૧૩ એ.એમ. ૨૨૬૯ વાળી આવતા તેને રોકી ચેક કરતા ડ્રાઇવર તરીકે પ્રવિણભાઇ ભગુભાઇ દાણા અનુ.જાતિ રહે.થાનગઢ રાજીવનગર શાળા નં.૧૧ પાસે તા.થાનગઢ વાળો અને તેની સાથે હરેશભાઇ ઉર્ફે હીતુ ભીખાભાઇ મકવાણા અનુ.જાતિ રહે.થાનગઢ રાજીવનગર શાળા નં.૧૧ પાસે તા.થાનગઢ વાળા હોય અને ઇકો ગાડીના પાછળના ભાગે તપાસ કરતા પરપ્રાંતીય દારૂનો જથ્થો મળી આવેલ જેમાં (૧) રોયલ ચેલેન્જ કલાસીક પ્રીમીયમ વ્હીસ્કીની કાચની શીલબંધ બોટલો નં.૮૪ કુલ રૂ.૪૩૬૮૦/ નો ગે.કા. મુદદામાલ મળી આવેલ મળી આવેલ મુદ્દામાલ બાબતે હાજર ઇસમોને પુછતા ખાખરાળી ચોકડી પાસે પોતાની ઇકો ગાડીમાં થાનગઢના વિશ્વરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા નાઓએ દારૂનો જથ્થો ભરી આપેલ હોવાનુ હોય જેથી રેઇડ દરમ્યાન મળી આવેલ પરપ્રાંતીય દારૂની કંપની શીલબંધ બોટલ નંગ-૮૪ કિ.રૂ.૪૩૬૮૦ તથા ઇકો ગાડી રજી. નં. જીજે ૧૩ એ.એમ. ૨૨૬૯ કિ.રૂ.૧,૦૦,૦૦૦ મળી કુલ રૂ.૧,૪૩,૬૮૦નો મુદામાલ કબ્જે કરી ત્રણેય આરોપીઓ વિરૂધ્ધ શ્રી સરકાર તરફે પ્રોહી એકટ કલમ ૬૫(એ,ઇ), ૧૧૬(બી),૮૧,૯૮(૨) મુજબનો ગુન્હો. રજી કરી આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.

થાનગઢના જયદીપસિંહ પ્રવિણસિંહ ઝાલાએ ખાખરાળી ગામની સીમમા આવેલ તેના કાકા ભરતસિંહ દોલુભા ઝાલાની ખોડીયારમાના ધરા તરીકે ઓળખાતી વાડીના શેઢે ભારતીય બનાવટનો પરપ્રાંતીય દારૂનો જથ્થો સંતાડેલ છે જે મળેલ હકિકત આધારે રેવઇડ કરતા ભરતસિંહ દોલુભા ઝાલાની ખોડીયારમાના ધરા તરીકે ઓળખાતી વાડીના પુર્વે બાજુના શેઢા પાસેથી અલગ અલગ બ્રાંડનો દારૂનો જથ્થો મળી જેમા (૧)રોયલ ચેલેન્જ કલાસીક પ્રીમીયમ વ્હીસ્કીની કંપની શીલબંધ બોટલ નંગ-૮૪ તથા (૨) ઓલ સીઝન ગોલ્ડન કલેકશન રીઝર્વ વ્હીસ્કીની કંપની શીલબંધ બોટલ નંગ-૧૨ એમ અલગ અલગ બ્રાન્ડની કુલ બોટલ નંગ-૯૬ કુલ કિ.રૂ.૪૯૬૮૦/- નો મુદામાલ રેઇડ દરમ્યાન મળી આવેલ જે કબ્જે કરી આરોપી જયદીપસિંહ પ્રવિણસિંહ ઝાલા રહે.થાનગઢ વાળા વિરૂધ્ધ શ્રી સરકાર તરફે પ્રોહી એકટ કલમ-૬૫(એ,ઇ),૧૧૬(બી) મુજબનો ગુન્હો. રજી કરી આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.

શ્રી.એમ.ડી.ચૌધરી પો.ઇન્સ. થાનગઢ નાઓની સુચનાથી પો.સબ ઇન્સ. જે.બી.મીઠાપરા તથા એ.એસ.આઇ. એસ.એલ.ઘોરી પો.હેડ કોન્સ. જયરાજસિંહ ખેર તથા ડ્રા.પો.કોન્સ. વિઠ્ઠલભાઇ કુકડીયા પો.કોન્સ.કરશનભાઇ ભીમશીભાઇ લોહ તથા પો.કોન્સ. દિલીપભાઇ ચંદુભાઇ લકુમ તથા પો.કોન્સ. મનોજભાઇ પ્રેમજીભાઇ ઝાલા એ રીતેના પો.સ્ટાફની ટીમ દ્વારા સચોટ બાતમી આધારે રેઇડ કરી પ્રોહીબીશનનો ગણનાપાત્ર સફળ કેશ શોધી કાઢેલ છે.

(11:34 am IST)