Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

મહામારીના સમયમાં જ ધોરાજી પાલિકાએ આકરા વેરા નાખ્યા

અગાઉ આવેદનપત્ર પાઠવ્યા બાદ પણ ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળને સાંભળવામાં નથી આવ્યા અને સીધા વેરાની પહોંચ લોકોને આપી દીધી છે

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી,તા.૨૪:  ધોરાજીમાં કોરોના મહામારી ના સમયમાં છેલ્લા બે વર્ષથી લોકો ધંધા રોજગાર વગરના છે આવા સમયે ધોરાજી નગરપાલિકા દ્વારા પ્રજા ઉપર કમરતોડ ત્રણ નવા વેરાઓ નાખતા ધોરાજી શહેરની જનતા તેમજ વેપારીઓમાં ભારે રોષ વ્યાપી ગયો છે જે બાબતે ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા બીજી વખત નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવી વિરોધ દર્શાવ્યો હતો.

ધોરાજી નગરપાલિકા દ્વારા હાલમાં કોરોના મહામારી ના સમયમાં લોકો ધંધા રોજગાર વગરના છે આવા સમયે ત્રણ વેરાઓ નવા નાખતા પ્રજામાં તેમજ વેપારીઓમાં રોષ ફાટી નીકળ્યો હતો જે અંગે ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળના પ્રમુખ લલીતભાઈ વોરા કારોબારી સદસ્ય કિશોરભાઈ રાઠોડ એ ધોરાજીની પ્રજાવતિ ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવતા જણાવેલ કે સત્ત્।ાવાળાઓએ સામાન્ય સભામાં શહેરની પ્રજા ઉપર નવા સફાઇ તેમજ દિવાબત્ત્।ી ભૂગર્ભ ગટર વેરા નાખવામાં આવ્યા છે જે બાબતે આવેદનપત્રમાં વિરોધ દર્શાવતા જણાવેલ કે પ્રથમ વખત આવેદનપત્ર પાઠવેલ જેમાં વિરોધ કરતા જણાવેલ કે સાધારણ સભામાં સફાઈ તથા દિવાબત્ત્।ી ના વાર્ષિક કર નો ઠરાવ કરવામાં આવેલ છે જે બાબતે આનો વિરોધ કરીએ છીએ તારીખ ૨૬/ ૧૦/ ૨૦૨૦ માં ધોરાજી નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ કે દિવાબતી નો કર રહેણાંક માટે ૩૦૦ રૂપિયા તેમજ બિન રહેણાંક દુકાનો તેમજ ઉદ્યોગો માટે ૫૦૦ રૂપિયા કરવામાં આવેલ છે જેની સામે વેપાર ઉદ્યોગ મહામંડળ નો વાંધો રજૂ કરીએ છીએ અગાઉ સામાન્ય સભામાં ૨૪ અને રૂપિયા ૧૨૦ નો ઠરાવ થયેલ હોય તે જ દર રાખવા માગણી છે.

તેમજ તારીખ ૨૬/ ૧૦/ ૨૦૨૦ ના ઠરાવમાં રહેણાંક અને બિનરહેણાંક બંને માટે જુદા જુદા કર લેવાનો ઠરાવેલ છે એક જ કરદાતા નો રહેણાંક હોય તે કરદાતાને ધંધા-રોજગાર અને બિન રહેણાંક હોય તે જ કરદાતાને ધંધા-રોજગાર એટલે કે બિન રહેણાંક તરીકે પણ એક જ સુવિધા માટે કર ભરવો પડે આમ એક જ કરદાતાને એક જ સુવિધા માટે બે વખત કર ભરવો પડે જેથી આ સામે જે કરદાતાઓ પાસેથી રહેણાક માટે નો કર લેવામાં આવે તેની પાસે બીજો અન્ય કર ન લેવા આવે તેમાંથી મુકિત આપવામાં આવે.

આ પહેલા ધોરાજી નગરપાલિકા એ થોડા સમય પહેલા ભૂગર્ભ ગટરનો વેરો ધોરાજીની પ્રજા પણ નવો નાખવામાં આવ્યો છે જેનો પણ ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે અને વાંધા રજૂ કર્યા છે જે અંગે ધોરાજી નગરપાલિકાના મુખ્ય અધિકારી મનન ચતુર્વેદી ને આવેદનપત્ર પાઠવીને આ બાબતે તાત્કાલિક દ્યટતું કરવા અંગે રજૂઆત કરવામાં આવી હતી.

(11:32 am IST)