Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

ધોરાજીના સુપેડી અને જામકંડોરણાના ખજુરડા ગામે જુગાર દરોડા : ૧૦ પકડાયા

રાજકોટ, તા. ર૪ : ધોરાજીના સુપેડી અને જામકંડોરણાના ખજુરડા ગામે જુગારના દરોડામાં ૧૦ પતાપ્રેમીઓ પોલીસની ઝપટે ચડી ગયા હતા.

ધોરાજીના સુપેડી ગામે સુપડી ઝાંઝમેર ગામ જવાના રસ્તા ઉપર આવેલ પેટ્રોલ પંપની સામેની ગારીમાં આવેલ પોર્ટીફાર્મની બાજુમાં આવેલ અતુલભાઇ ગોકળભાઇ ગોવાણી રહે. સુપેડી ગામની વાડીના રૂમમાં જુગાર રમાડાતો હોવાની બાતમી મળતા ધોરાજીના પીઆઇ હકુમતસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. રમેશભાઇ બોદર સહિતના સ્ટાફે રેઇડ કરી જુગાર રમતા વાડી માલીક (૧) અતુલ ગોવાણી (ર) વિજય ધરમશીભાઇ કોરડીયા રહે સુપેડીગામ સરદાર સોસાયટી, (૩) નિલેશ હરીભાઇ ગોવાણી રે. સુપેડી ગામ બસ સ્ટેન્ડ પાસે (૪) નાથા કુરજીભાઇ ગોવાણી રહે. સુપેડીગામ ખાના શેરી (પ) કેતન દેવજીભાઇ ગોવાણી રહે. સુપેડી ગામ રામજી મંદિર પાસે તથા (૬) પ્રવીણ રતીભાઇ મકવાણા રહે. સુપેડીગામ પટેલ સમાજ પાસે ધોરાજી ને રોકડા રૂ. ૧૧,૭૯૦ અને ગંજીપતા સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

બીજા દરોડામાં જામકંડોરણાના ખજુરડા ગામે જાહેરમાં જુગાર રમતા (૧) રાજેશ પોલાભાઇ બાબરીયા (ર) ભાવેશ બટુકભાઇ આજડા (૩) રજનીશ નવીનભાઇ હાસલીયા તથા (૪) રાહુલ મનસુખભાઇ વાણવી રહે. તમામ ખજુરડાને રોકડા રૂ. ૯રપ૦ અને એક બાઇક મળી કુલ ર૯,રપ૦ ના મુદ્દામાલ સાથે જામકંડોરણાના પો. કો. હરેશભાઇએ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

(11:30 am IST)