Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

મુન્દ્રા ભાજપના ગ્રુપમાં અશ્લીલ વીડિયો કિલપથી ચકચાર

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૪ : મુન્દ્રા તાલુકાના ભાજપના વ્હોટ્સએપ ગ્રુપમાં અશ્લીલ વીડિયો કિલપે ચકચાર સર્જી હતી. તાલુકાના આગેવાનના જન્મદિવસની શુભેચ્છા માટે હરખપદુડા બનેલ સભ્ય દ્વારા અશ્લીલ વીડિયો કિલપ મૂકી શુભેચ્છાઓ અપાઈ હતી.

જોકે, મહિલા સભ્યો ધરાવતા ગ્રુપમાં અશ્લીલ વીડિયો કિલપ ને પગલે હો હા સર્જાતા તરત જ આ કિલપ મૂકનારે તેને ડિલીટ કરી દીધી હતી.

પછી મોબાઈલ હેક થયો હોવાના અષ્ટમપષ્ટમ ખુલાસાઓ કરી ચોખવટ કરાઈ હતી. જોકે, ઉન્માદ માં સોશ્યલ મીડિયામાં વિવેકભાન ભૂલવાના આવા બનાવો વધી રહ્યા છે.

(10:21 am IST)