Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

વિંછીયા-ચોટીલા તાલુકાને જોડતા રોડનું કુંવરજીભાઈના હસ્‍તે ખાતમુર્હુત

 (વિજય વસાણી દ્વારા)આટકોટ તા.૨૪ : પાંચાળ પ્રદેશની મધ્‍યમાં છાસીયા સણોસરા રોડ વર્ષોથી અતિ બિસ્‍માર હતો જેનુ ખાતમુહૂર્ત આગેવાનોની હાજરીમાં કુંવરજીભાઈ બાવળીયાના હસ્‍તે કરવામા આવ્‍યુ હતુ.
વિંછીયા અને ચોટીલા તાલુકાને જોડતો આ માર્ગ ધણા વખતથી ખરાબ હતો આંતરિયાળ અને ડુંગરાળ વિસ્‍તારના લોકો અને રાહદરીઓને હાલાકીનો સામનો કરવો પડતો હતો,છાસીયા તેમજ આજૂબાજૂના ગામડા ના ગ્રામજનોᅠ સરપંચો આગેવાનોએ તેમજ વિછીયા માર્કેટિંગ યાર્ડ પ્રમુખ કડવાભાઇ જોગરાજીયા પાંચાળ વિકાસ બોર્ડ પ્રમુખ વિનોદભાઈ વાલાણીᅠ વગેરે સામાજિક રાજકિય આગેવાનોએ બિસ્‍માર રસ્‍તાની હાલાકીથી કુંવરજીભાઈ બાવળિયાને વાકેફ કર્યા હતા જેની તાત્‍કાલિક અસરથી ધારાસભ્‍ય કુંવરજીભાઇ બાવળિયાએ સરકારમાં રસ્‍તો મંજુર કરાવ્‍યો હતો.
આ રોડનુ ખાતમુહૂર્ત યોજાયુ હતુ જેમા છાસીયાᅠ તેમજ આજુબાજુના ગામડાના લોકોએ કુંવરજીભાઈ ને ફૂલડે વધાવ્‍યા હતા તેમજᅠ વિછીયા છાસીયા રોડ ઝડપથી પૂરો કરવા માર્ગ મકાન વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી, ખાતમુર્હુત અને સમારોહ કાર્યક્રમમાં વિછીયા માર્કેટિંગ યાર્ડ પ્રમુખ કડવાભાઇ જોગરાજીયા પૂર્વ ભાજપ પ્રમુખ નાથાભાઈ વાસાણી વિછીયા તાલુકા ભાજપ પ્રમુખ અશ્વિનભાઈ સાકળીયા પાંચાળ વિકાસ બોર્ડ પ્રમુખ વિનોદભાઈ વાલાણી ભાજપ અગ્રણી ખોડાભાઈ ખસીયા લાલભાઈ ગઢવી ચોટીલા તાલુકાના અગ્રણીઓ આંબાભાઈ ઓળકિયા મેરૂભાઈ ખાચર તેમજ આજુબાજુના ગામડાના સરપંચશ્રીઓ તાલુકા જિલ્લા પંચાયત સભ્‍યશ્રીઓ અને ગામ લોકો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્‍યો હતો.

 

(10:20 am IST)