Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

કચ્છનું ભગવાન મહાવીર પશુરક્ષા કેન્દ્ર-એન્કરવાલા અહિંસાધામ પશુ પક્ષીઓનું જીવંત આશ્રયધામ

પર્યાવરણ અને પશુ પક્ષીઓના રક્ષણ માટે લોકસહકાર જરૂરી : મહેન્દ્ર સંગોઈ

(વિનોદ ગાલા દ્વારા )ભુજ : પર્યાવરણ જતન, પશુપક્ષી જીવદયા તેમજ જળસંચય માટે કાર્ય કરતી ભગવાન મહાવીર પશુરક્ષા કેન્દ્ર એંકરવાલા અહિંસા ધામ સંસ્થા કચ્છના પર્યાવરણ ક્ષેત્રે અને જીવદયાક્ષેત્રે  વિશાળ કાર્ય કરી રહી છે. સંસ્થાની ૬૦૦ માથી ૨૨૫ એકર જમીન પર ઉછરેલા ૪૫ હાજર  વૃક્ષો સાથે આવનારા સમય માં ૫ લાખ વૃક્ષો સાથે પર્યાવરણ જતનની  ઉમદા કામગીરી આકાર લઈ રહી છે.અહીં ૩૫ એકર જમીનમાં  નંદીસરોવર વિવિધ માઈગ્રેટ પક્ષીઓનું બર્ડવોચર પ્લેસ તરીકે વિકસી રહ્યું છે. ૨૭૦૦ જેટલી ગાયો ૨૦ એકર જમીનમાં  પ્રાકૃતિ જીવનશૈલી સાથે જીવે છે.

પ્રાગપર-રોડ મુંદ્રા ખાતે ૬૦૦ એકર જમીન પ્રાકૃતિક જૈવિક ખેતી સાથે વૃદ્ધ, અનાથ,  રખડતાં  અને અકસ્માતથી તેમજ ખોડ ખાંપણવાળા નંદી-ગાયના આશ્રયસ્થાનમાં  તેઓના માટે પૌષ્ટિક આહાર અને જોવાલાયક ગજરાજ , જીંજવા અને નેપિયર ઘાસના ૧૦૦ એકરની  ખેતી, ૨૧લાખ જળસંગ્રહનો ટાંકો ,ટપક સિંચાઈના ટાંકાથી જળસંગ્રહ પધ્ધતિ, નર્સરી, જૈવિક ખેતી વગેરે પર્યાવરણ જતન અને અભ્યાસ માટે પશુરક્ષા કેન્દ્ર આગવી વિશેષતા અને ઓળખ બનાવી રહ્યું છે.  અકસ્માત કે જન્મજાત ખોડખાંપણથી ત્રણ પગવાળા પશુઓ, અહિંસાધામમાં નિર્ભયતાથી જીવન જીવી રહ્યા છે. જયાં પર્યવારણ સુરક્ષા અને શાંતિ જરૂરી છે. પર્યાવરણરક્ષા અને  જીવદયામાં લોકો જોડાય અને લોકસહકારથી આ સ્થાન પ્રાકૃતિક રીતે જીવંત રહે તે માટે આજરોજ ભગવાન મહાવીર પશુરક્ષા કેન્દ્ર સંસ્થા દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. 

પશુ પક્ષી પ્રેમીઓ ,જીવદયા પ્રેમીઓ અને પર્યાવરણવાદીઓમાં પ્રિય બનતુ ૩૦ વર્ષ જુનું અહિંસાનું પરમધામ નૈસર્ગિકવાતાવરણથી જીવંત છે. ત્યારે વિકસતા જતાં  કચ્છમાં તેની આસપાસના વાતાવરણમાં પણ પ્રાકૃતિક વાતાવરણ જળવાઈ રહે અને ભૌગોલિક આધુનિકરણથી સુરક્ષિત બની રહે તે માટે સંસ્થા  લોકો અને સરકારને સહકારની અપીલ કરી છે  પશુ-પક્ષીઓ માટે નૈસર્ગિક રીતે સાકાર વાતાવરણથી ભોજારા જમીન આજે પશુ ઘાસચારો ઉત્પન્ન કરતું હરિયાળાવન તરીકે વિકસી રહ્યું છે ત્યારે ઔધ્યોગિક સ્પર્શથી આસપાસનો વિસ્તાર મુક્ત રહે તેવી આ તકે સંસ્થાના મેનેજિંગ ડિરેક્ટર્શ્રી મહેન્દ્રભાઈ  સંગોઈએ અપેક્ષા વ્યક્ત કરી હતી.  પર્યાવરણવાદીઓ , પક્ષીપ્રેમીઓ અને જીવદયાપ્રેમીઓ અને વૃક્ષપ્રેમી માટેની આ વિશાળ જગ્યાને દાતાઓ સાથે સરકારની વિવિધ પાત્રતા  ધરાવતી સહાય મળે છે ત્યારે સર્વે સંસ્થાવાસીઓ  પર્યાવરણ જતનની અપેક્ષા રાખી રહ્યા છે. 

બે દશક ઉપરાંત પશુ-પંખીઓનું સારવાર કેન્દ્ર તરીકે પ્રસિદ્ધ ભગવાન મહાવીર પશુરક્ષા કેન્દ્ર એન્કરવાલા  અહિંસાધામ પંખી પશુઓ માટે આશ્રય અને ભોજન તેમજ ઔષધીય વૃક્ષો ઉછેર, તળાવ ચેકડેમ અને ગામમાં જ પશુ ચિકિત્સક  મળે તેવા સંદેશથી  સ્ક્રિય છે એમ સીઈઓ ગીરીશભાઈ નાગડા અને પ્રમુખ શ્રી હરેશભાઈ વોરા  જણાવે છે. વરિષ્ઠ ફાઉન્ડર અને ટ્રસ્ટીશ્રી લીલાધરભાઇ ગડા જણાવે છે કે જીવદયા માટે પાંચ એકરમાં પ્રારંભ આ કેન્દ્ર આજે હજારો પક્ષીઓ અને પશુઓનું આશ્રયસ્થાન છે જેના માટે પર્યાવરણ ઉછેર થયો છે આ તકે ઉપપ્રમુખશ્રી અમરતભાઈ  છેડા, ટ્રસ્ટીશ્રી ડાહ્યાભાઈ ઉકાણી, નરેન્દ્રભાઈ ડેઢીયા , માનદ સેવક વિનોદભાઈ પીઠડીયાએ પણ પશુપ્રેમ અને જીવદયા પ્રેમની વાતો રજૂ કરી હતી. આ તકે મીડિયાકર્મીઓને ટ્રસ્ટીશ્રીઓએ પશુ-પક્ષીઓની સગવડ સુવિધા,ચિકિત્સા  તેમજ વિવિધ સેવાકીય પ્રવૃતિઓની મુલાકાત પણ કરાવી હતી.

(9:57 am IST)