Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

સવાર સુધીમાં જામનગર અને બગસરામાં ૨ ઈંચ : રાણાવાવ - નખત્રાણા - પાટડીમાં પોણો ઈંચ : દ્વારકામાં સવારે ધોધમાર, રસ્તા ઉપર પાણી ફરી વળ્યા: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના ૧૩ તાલુકામા હળવા ભારે ઝાપટાં:

રાજકોટ તા.૨૪, :જામનગર અને બગસરામાં ૨ ઈંચ  વરસાદ વરસ્યો છે જ્યારે રાણાવાવ - નખત્રાણા - પાટડીમાં પોણો ઈંચ વરસાદ પડ્યો છે દ્વારકામાં સવારે ધોધમાર વરસાદ વરસતા રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા જ્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના ૧૩ તાલુકામા હળવા ભારે ઝાપટાં વરસ્યા છે.
         અમરેલી, બાબરા , માંગરોળ , માળીયાહાટીના , પડધરી , થાનગઢ , વઢવાણ , પોરબંદરમા હળવા ભારે ઝાપટા વરસ્યા છે સવારથી સર્વત્ર મિશ્ર વાતાવરણનો માહોલ યથાવત છે.

 

(9:38 am IST)