Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

જખૌ જળ સીમાએ પાક મરીન દ્વારા ફાયરિંગમાં ઘવાયેલ ખલાસીને કોસ્ટ ગાર્ડ દ્વારા પોરબંદર લાવીને સારવાર અપાઇ

જખૌ જળસીમાએ પાકિસ્તાન મરી દ્વારા ફાયરિંગમાં ઘવાયેલ પોરબંદરની દેવલાલીની બોટના ખલાસી ધિરૂભાઇને ઇજા થયેલ હતી. કોસ્ટગાર્ડ દ્વારા તેમને પોરબંદર લાવીને સારવાર અપાઇ છે. તસ્વીરોમાં ઇજાગ્રસ્ત ખલાસી ધિરૂભાઇ, બોટમાં ગોળીના નિશાન તથા બોટના હેમખેમ બચીગયેલા અન્ય ખલાસીઓ નજરે પડે છે.

(8:19 pm IST)
  • સુશાંતસિંહ રાજપૂત કેસ : બોલીબુડમાં હળકંપ : સુશાંતસિંહ રાજપૂતની ભૂતપૂર્વ ટેલેન્ટ મેનેજર, જયા સહા, જેમને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા બોલીવુડમાં કથિત ડ્રગ્સ નેક્સસ સાથે જોડાણ અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે, તેની પૂછતાજમાં વધુ 4 મોટા ગજાના એ-લિસ્ટર હીરોના નામ જણાવ્યા છે તેમ આધારભૂત સૂત્રોમથી જાણવા મળે છે. ટૂંક સમયમાં NCB આ એક્ટરોને પૂછપરજ માટે બોલાવી શકે છે access_time 9:48 am IST

  • આજ ગુરુવારે સેન્સેક્સમાં 1115 પોઈન્ટનો ઘટાડો થતા રોકાણકારોએ એક જ દિવસમાં 3.95 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા : મે મહિના પછીનું સૌથી સૌથી મોટું ગાબડું access_time 6:25 pm IST

  • રાજકોટ ભૂપેન્દ્ર રોડ સ્વામીનારાયણ મંદિરના સંત બોસ સ્વામી અક્ષર નિવાસી થયાઃ કોરોનાની સારવાર ચાલુ હતી : ભુપેન્દ્ર રોડ સ્વામીનારાયણ મંદિરના વધુ ત્રણથી ચાર સંતો અને પાર્ષદોને કોરોનાઃ હોસ્પિટલમાં સારવાર હેઠળઃ નિજ મંદિર તા.૧ ઓકટોબર સુધી બંધ access_time 1:40 pm IST