Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

જેતપુરઃ આઇપીએલનો સટો રમતા ૩૧ હજારના મુદામાલ સાથે બે ઝડપાયા

હાજી ઇસ્માઇલ જુણેજા અને કુલદીપ પરમારને પોલીસે ઝડપી લીધાઃ ૧ ફરાર

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા.ર૪ : આઇપીએલ મેચો શરૂ થતા જ તેના પર સટ્ટાનો કારોબાર ધમધમવા લાગે છે. શહેરમાં પણ ક્રિકેટનો સટ્ટો ઠેર ઠેર રમાતો હોય છે. ગઇકાલે આઇપીએલમાં મુંબઇ ઇન્ડીયન અને કલકતા નાઇટ રાઇડર્સ વચ્ચે મેચ હોય તેના પર સટો ફુલવાડી વિસતારમાં રમાતો હોવાથી બાતમીના આધારે શહેર પોલીસે ફુલવાડી મોર ટી વાળી શેરીમાં જુગાર અંગેની રેઇડ કરતા ર શખ્સો મોબાઇલમાં મેચ જોતા હોય તપાસ કરતા તેઓ ક્રિકેટનો સટ્ટો રમતા હોય પોલીસે સટ્ટો રમાડતા હાજી ઇસ્માઇલ જુણેજા (રહે. દેરડી આવાસ યોજના)ને સટ્ટો રમવા આવેલ કુલદીપ મુકેશભાઇ પરમાર (રહે. જાગૃતિનગર) બંન્ને શખ્સોને રોકડા રૂ.રર, ર૦૦ તેમજ બે મોબાઇલ ૯૦૦૦ મળી કુલ રૂ.૩૧,ર૦૦ના મુદામાલ સાથે ઝડપી લીધેલ.

સટ્ટાની કપાત અંગે પુછપરછ કરતા તે અમરીશ કલાલ (ચેતના ટોકીઝ પાસે)ને કપાત કરાવતો હોય જેથી પોલીસે ત્રણેય શખ્સો વિરૂધ્ધ ગુન્હો નોંધી અમરીશ કલાલની અટક કરવા ચક્રોગતિમાન કર્યા છે.

(12:58 pm IST)