Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

ધ્રાંગધ્રાના નરાળી ગામે ગેરકાયદે જંતુનાશક દવા વેચનાર ઝડપાયો

વઢવાણ તા. ૨૪ : સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડા મહેન્દ્ર બગડીયાની સુચનાથી જિલ્લામાં બીલ તથા પરવાના વગર ગેરકાયદેસર રીતે જંતુનાશક દવાઓ વેચતાં વેપારીઓ વિરૂધ્ધ કાર્યવાહી કરવાની ઝુંબેશના ભાગરૂપે એસઓજી પીઆઈ બી.એમ.રાણા સહિતના સ્ટાફે બાતમીના આધારે ધ્રાંગધ્રા તાલુકામાં પેટ્રોલીંગ હાથધર્યું હતું.

જે દરમ્યાન ગેરકાયદેસર રીતે જંતુનાશક દવાનું વેચાણ કરતાં કેશુભાઈ ઉર્ફે કિરણભાઈ ટપુભાઈ સોલંકી ઉ.વ.૩૫ રહે.જસમતપુર તા.ધ્રાંગધ્રાવાળાની નરાળી ગામ ખાતે આવેલ ભગીરથ એગ્રો એજન્સીમાં રેઈડ કરી રેન્જર પ્લાન્ટ ગ્રોથ પ્રોમોટર તથા ઝપક નીમ સીડનામની ગેરકાયદેસર જંતુનાશક દવાઓની નાની-મોટી બોટલ નંગ-૮૭ કિંમત રૂ.૧,૪૦,૭૧૦નો મુદ્દામાલ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. અત્રે ઉલ્લખેનીય છે કે થોડા દિવસો પહેલા એસઓજી પોલીસે સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાંથી પણ ગેરકાયદેસર કાર્બન અને ઝેરી દવા સાથે ઝડપી પાડયાં હતાં ત્યારે ફરી ગેરકાયદેસર જંતુનાશક દવાઓ સાથે એક શખ્સને ઝડપી પાડતાં ચકચાર મચી જવા પામી હતી.

(11:48 am IST)