Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

લીંબડી ગ્રીન ચોકમાં રોડ ઉપર વર્લી જુગાર રમતા ત્રણ ઝડપાયા

વઢવાણ, તા. ર૪ : લીંબડી ટાઉનમાં પેટ્રોલીંગ હાથ ધરી (૧) ગોવિંદભાઇ બાબુભાઇ ડાભી રહે. ગુંદાના પરા ગામ તા. બાવળા જી.અમદાવાદ(રા જયદીપભાઇ કેતુભાઇ મકવાણા રહે. લીંબડી, રામનાથ શેરી, ભોગાવા નદીના કાંે (૩) અજુભા ઉર્ફે આમીન ધનુભા મલેક રહે. લીંબડી , કડીયાના મંદિર પાસે, ચોરી પા.તા. લીંબડી વાળાઓ ભેગા મળી લીંબડી, ગ્રીન ચોક, રવિ સાયકલ સ્ટોરની બાજુમાં જાહેરમાં પોતાના મોબાઇલ ફોનમાં વોટઅપથી મેસેજ કરી વર્લી મટકાનો આંક ફરકનો પૈસાની હારજીતનો જુગાર રમી રમાડે છે જે હકીકત આધારે એલ.સી.બી. ટીમ દ્વારા છાપો મારતા રમી રમતા રોકડા રૂ.૧,૦૬,૦૦૦ તથા મોબાઇલ ફોન નંગ-ર, કિ.રૂ.પ૦૦૦ તથા વર્લીના આંકડા લખેલ ચીઠ્ઠી તથા કાગળો તેમજ મોબાઇલમાંથી મેળવેલ સ્કીન શોર્ટના કાગળો મળી કુલ રૂ.૧,૧૧,૦૦૦ના મુદામાલ સાથે પકડી પાડી મુદામાલ કબ્જે કરી મજકૂર આરોપી વિરૂદ્ધ લીંબડી પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ-૧ર-અ, હેઠળ ગુન્હો રજી. કરાવી કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

એલ.સી.બી. ટીમ સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સ્પેકટર ડી.એમ. ઢોલના સુપરવિઝન માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પો.સબ ઇન્સ. વી.આર. જાડેજા તથા એ.એસ.આઇ. નરેન્દ્રસિંહ દિલાવરસિંહ તથા રૂતુરાજસિંહ નારસંગભા તથા પો.હેઙકોન્સ.હિતેષભાઇ જેસીંગભાઇ તથા પો.કોન્સ. જયેન્દ્રસિંહ જેઠીભા, દિલીપભાઇ ભુપતભાઇ, સંજયભાઇ પ્રવિણભાઇ, અશ્વિનભાઇ ઠાકણભાઇએ રીતેની ટીમ દ્વારા જુગારધારા હેઠળનો સફળ કવોલીટી કેશ શોધી કાઢવામાં આવેલ છે. 

(11:46 am IST)