Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

મોરબી : નવા ખેતી કાયદા સામે યુવા કોંગ્રેસ દ્વારા આવેદન

મોરબી : મોરબી જીલ્લા યુવા કોંગ્રેસે કલેકટરને આવેદન પાઠવી જણાવ્યું છે કે ભારત સરકાર દ્વારા જે ત્રણ કાયદા બહાર પાડ્યા છે તે કરારી ખેતી કહી સકાય ભારતમાં કોઈપણ ખેતી કરવી કે નહિ તેની ખેડૂતને સ્વતંત્રતા છે તેને ફરજ પાડી સકે નથી ખેડૂત સાથે આ કરાર કરનાર પેપ્સી, એસ્કોર્ટસ, ડીસીએમ, જેવી વિદેશી કંપનીઓ પણ હોઈ સકે અને ઉત્પાદન તથા વેચાણ સહિતની બાબતો પર તેમનો અંકુશ રહેશે ખેતી વિદેશી કંપનીના હાથમાં જતી રહેતા પાકનો સારો બોલી ભાવ મળવો ખેડૂતો માટે મુશ્કેલી ઉભી કરશે જો કંપની દ્વારા ઈજારો થાય તો સોદાશકિતને અસર પહોંચે અને તેની સામે લડવા ખેડૂતો સહકારી મંડળી કે સંગઠનનો સહકાર લેવો પડે તેવી સ્થિતિ ઉભી થાય. કરારી ખેતી કરનારી એકપણ કંપની હાલ સજીવ ખેતી કરનારી હોય તેવું જાણમાં નથી કરારની બીજી અસરમાં વિદેશી કંપનીઓ દ્વારા સંગ્રહખોરી વધશે જે દેશના અર્થતંત્ર માટે નુકશાનકારક થઇ સકે છે ભારતના બંધારણમાં રાજયનીતિના માર્ગદર્શક સિદ્ઘાંતોની કલમ ૩૯ બી માં સમાજની ભૌતિક સાધન સામગ્રીની માલિકી અને નિયંત્રણનું વિતરણ લોકહિત ઉત્ત્।મ રીતે સધાય તે રીતે થાય તથા કલમ ૩૯ સી માં અર્થતંત્રનું સંચાલન અને સંપત્ત્િ। અને ઉત્પાદનના સાધનોની જમાવટ લોકહિતને નુકશાન કરે તે રીતે ના થાય આ કલમ મુજબ કરારી ખેતી વટહુકમ સાથે કોઈ લેવાદેવા નથી તેવું પ્રસ્થાપિત થઇ રહ્યું હોય તેવો આભાસ થાય છે.આવેદન આપતી વેળાએ યુવા કોંગ્રેસના દેવેન્દ્રસિંહ જાડેજા, કોંગ્રેસ અગ્રણી જયંતીભાઈ પટેલ, રામજીભાઈ રબારી અને સુરેશભાઈ સીરોહિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું તે તસ્વીર.

(11:45 am IST)