Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

ધોરાજીમાં કનેરિયા હાઇસ્કુલમાં ધો.૧૧ સાયન્સના વર્ગો બંધ થતા રજૂઆત કરાઇ

વિદ્યાર્થી વાલીઓ દ્વારા નાયબ કલેકટરને આવેદન પાઠવાયું

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી : તા.૨૪ : ધોરાજીમાં સરકારી ગ્રાન્ટેડ એ.ઝેડ કનેરીયા હાઈસ્કૂલ માં ધોરણ ૧૧ સાયન્સ કલાસ બંધ થતાં વિધાથી વાલીઓએ  નાયબ કલેકટરને આવેદનપત્ર આપીને સાયન્સ કલાસ શરૂ રાખવાંની માગણી કરાઈ છે

ધોરાજીમાં સરકારી ગાન્ટેડ એ.ઝેડ કનેરીયા હાઈસ્કૂલ માં ધોરણ ૧૧ સાયન્સનો કલાસ બંધ થતાં વિદ્યાથી વાલીઓ ટેન્શનમાં આવીને મૂઝાય ગયેલ છે વિદ્યાથી વાલી ઓ એ જણાવ્યું હતું કે હાલ માં કોરોના વાયરસ મહામારી ચાલી રહેલ છે કનેરિયા હાઈસ્કૂલમાં ધોરણ ૧૧ સાયન્સનો કલાસબંધ કરાતાં અમને બીજી સ્કૂલો એડમીશન ન આપે ટૂક સમયમા પરીક્ષા ઓ આવી રહેલ છે ત્યારે તંત્ર વાહકો દ્વારા ધોરણ ૧૧ સાયન્સનો કલાસ બંધ કરવાના નિણયો થી પરેશાની ઉભી થઈ છે જેથી આ મામલે વિધાથી ઓ વાલી ઓ એ ધોરાજી નાયબ કલેકટર જી વી મીયાણીને આવેદનપત્ર આપીને ધોરાજી માં સરકારી ગ્રાન્ટેડ સ્કૂલનો ધોરણ ૧૧ સાયન્સનો કલાસ શરૂ રાખવા માટે ની રજૂઆત કરાઈ છે

આ અંગે ધોરાજી ના નાયબ કલેકટર જી વી મીયાણી એ જણાવ્યું હતું કે ધોરાજી માં સરકારી ગાન્ટેડ સ્કૂલ નો ધોરણ ૧૧ સાયન્સ કલાસ શરૂ રાખવા મામલે વાલી વિધાથી ઓ ની રજૂઆત મળેલ છે જેને ઉચ્ચ કક્ષા એ કાયવાહી અથે મોકલવામા આવનાર છે.

(11:43 am IST)