Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

તળાજાના ખેડૂતને ન્યાય ન મળતા કપાસની ગાડીભરી પહોંચ્યા ગાંધીનગર

ભાવનગર તા.૨૪:  તળાજા ના બોડકી ગામના ખેડૂત કપાસની ગાડી ભરી ગાંધીનગર સચિવાલય ખાતે દોડી ગયા હતા.સીસીઆઈ દ્વારા ટેકાના ભાવે કપાસની ખરીદી થતી હતી.તે ખરીદીમાં પોતે રજીસ્ટ્રેશન કરાવેલ હોવા છતાંય વારો આવ્યો ન હતો. આથી તેઓએ અહીં ખરીદીમાં ભ્રષ્ટાચાર મોટાપાયે થાય છે.તેવો આરોપ સાથે  તપાસ માંગી હતી.જે આજ દિવસ સુધી ન થતા તેઓએ ગાંધીનગર સુધી પોતાનો અવાજ રજુ કરવા માંટે દોડી ગયા હતા.

તળાજાના એકમાત્ર ખેડૂતે આજે સરકારને ઢંઢોળવા માટે ગાંધીનગર સચિવાલય ખાતે કપાસની ગાંસડીઓ ભરી ન્યાય મેળવવા દોડી ગયા હતા.આવી જાગૃતતા અને હિંમત પ્રથમ વખત જોવા મળી. ગાંધીનગર ખાતે દોડીજનાર ગીગાભાઈ કાદુભાઈ ભાદરકા એ જણાવ્યું હતુંકે તળાજા યાર્ડ ખાતે ભારત કપાસ નિગમ દ્વારા ટેકાના ભાવે ખેડૂતોના કપાસની ખરીદી પ્રક્રિયા હાથ ધરી હતી.તેના માટે પોતાનો કપાસ વેચવા ઓનલાઈન રજિસ્ટ્રેશન પણ કરાવેલ. વારંવાર રજુઆત કરવા છતાંય પોતાનો કપાસ ન ખરીદવામાં આવતા અને ખેડૂતના નામે વેપારીઓ નો કપાસ ખરીદવામાં આવી રહ્યો છે. એક ટ્રેકટરે સિત્ત્।ેરથી પંચોતેર હજાર નો ભ્રષ્ટચાર થવાના આરોપ સાથે ૨૬/૫/૨૦ના રોજ સ્થાનિક કક્ષાએ થી લઈ કલેકટરને સંબોધી ગાંધીનગર સુધી રજુઆત કરવામાં આવેલ.બાદમાં ફરીને ૮/૬/૨૦ ના રોજ કલેકટરને સંબોધી તપાસ કરવાની અને ખેડૂતો ને ન્યાય આપવા ની રજુઆત કરેલ.જેનું પરિણામ આજ સુધી ન આવતા ના છૂટકે સરકારનું ધ્યાન દોરવા તેઓ ગાંધીનગર સચિવાલયના ગેટ ૪ સુધી કોઈપણ જાતની મંજૂરી વગર કપાસની ગાસડીઓ પિકઅપ વાહન માં ભરી પહોંચી જતા પોલીસ ને દોડધામ થઈ પડી હતી.

તળાજાનો ખેડૂત ગાંધીનગર સુધી ન્યાય મેળવવા દોડી ગયાના અહેવાલો પ્રસિદ્ઘ થતા તળાજા પંથકમાં ચર્ચા એવી થવા લાગી હતીકે દરેક ખેડૂત જાગૃત બની પોતાને થતા અન્યાય સામે અવાજ ઉઠાવે તે જરૂરી છે.

ગીગાભાઇ કાદુભાઈ આહીર પ્રથમ વ્યકિત છે.તેઓએ ટેલિફોનિક વાતમાં જણાવ્યું હતુંકે ગાંધીનગર પોલીસે મને સચિવાલયમા જવા ન દીધો. મીડિયા સામે આવતા મોઢું બંધ કરી અંદર લઈ ગયા.પણ હું ન્યાય માટે છેક સુધી લડી લઈશ. હાલ તેરસો જેટલા ખેડૂતોનો કપાસ સીસીઆઈ દ્વારા લેવામાં આવ્યો નથી. તેની સાથે કરોડો રૂપિયા નો ભ્રષ્ટાચાર થયો છે. આ બાબતે રાજકીય આગેવાનોને અને યાર્ડના વર્તમાન ડીરેકટરોને પણ રજુઆત કરવા છતાંય પરિણામ શૂન્ય આવતા આ પગલું ભરવું પડયૂ.

(11:33 am IST)