Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

ભાણવડમાં સર્પ અને અજગરનો મેળો થયો !!!

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા તા.૨૪ : ભાણવડ હવે સર્પ અને અજગરના આશ્રમ સમાન બરડા ડુંગર તથા હાલમાં ભારે વરસાદ તથા જંગલને કારણે થયુ હોય તેમ ગઇકાલે એક જ દિવસમાં ત્રણ અજગર તથા નવ સાપ નીકળ્યા હતા જેનુ સફળ રેસ્કયુ ભાણવડના એનિમલ લવર્સ ગૃપ દ્વારા કરાયુ હતુ.ભાણવડના વેરાડમાં એક એક પાયથન અજગર છ ફુટનો તથા દોઢ ફુટનો કોબ્રા સાપ નીકળ્યો હતો. રણજીતપરામાં ૩ ફુટનો કોબ્રા, ભીડભંજન સ્લમ વિસ્તારમાં દોઢ ફુટનો કોબ્રા, આહિર સમાજ પાસે બે ફુટનો ટ્રીકંટ સાપ, સિધ્ધિ વિનાયક સોસાયટીમાં બે ફુટનો કોબ્રા ભાણવડ રેલ્વે ફાટક પાસે ૯ાા ફુટનો રોક પાયથન અજગર, પટેલ સમાજ પાસે રેકર્ડ કીલ બેક, શિવમ પાર્ક પાસે દોઢ ફુટનો કોબ્રા તથા દેવરીયા સઇ ગામે તેર ફુટનો વિશાળકાય અજગર તથા પુરૂષાર્થવાળા પાસે ટ્રીનકેટ સાપ દોઢ ફુટનો નીકળ્યો હતો.ભાણવડ એનિમલ લવર્સ ગૃપના આશીષ ભટ્ટની આગેવાનીમાં સ્વયંસેવકોએ સતત દોડધામ કરીને આ તમામના સફળ રેસ્કયુ કરીને તેમને બરડા ડુંગરમાં છોડયા હતા. એક દિવસમાં ત્રણ અજગરને નવ સાપના રેસ્કયુનો રેકોર્ડ થયો છે.(

(11:28 am IST)