Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

અંજારમાં ૪ લાખની લુંટ- મની ટ્રાન્સફરનો વ્યવસાય કરતા યુવાનની આંખમાં મરચું છાંટી બે બાઈક સવારો રોકડ ભરેલો થેલો લઈ ફરાર

ભુજ :  પૂર્વ કચ્છમાં વધી રહેલ લુંટના બનાવો વચ્ચે આજે લુંટના વધુ એક બનેલા બનાવે ચકચાર સર્જી છે. મની ટ્રાન્સફરના વ્યવસાય સાથે સંકળાયેલ સુનિલ સોરઠીયા નામના યુવાનને લુંટી બે અજાણ્યા બાઈક સવારો ફરાર થઈ ગયા હતા. રાત્રે ૮ વાગ્યાના અરસામાં સુનિલ સોરઠીયા તેના ભત્રીજા સાથે ૪ લાખની રોકડ ભરેલા થેલા સાથે પોતાની બાઈક ઉપર જઈ રહ્યો હતો ત્યારે કળશ સર્કલ પાસે બાઈક ઉપર આવેલા બે યુવાનોએ સુનિલની આંખમાં મરચું છાંટતાં આંખમાં બળતરા થતાં સુનિલ તરત જ પોતાની બાઈક સાથે રસ્તા ઉપર પડી ગયો હતો. તે સાથે જ મરચું છાંટનાર બંને બાઈક સવારો ૪ લાખની રોકડ ભરેલો થેલો લઈને નાસી છુટ્યા હતા. બનાવ બાદ પોલીસ કાફલો ઘટના સ્થળે ધસી ગયો છે અને તપાસનો ધમધમાટ ચાલુ છે. અંજારના એન્ટ્રી પોઇન્ટ સમા કળશ સર્કલ પાસે બનેલા લુંટના બનાવે ભારે ચકચાર સર્જી છે.

(8:47 am IST)
  • નોબલ પારિતોષિક માટે હવે પુતીનનું નામ નોમિનેટ થયું: ડોનાલ્ડ ટ્રમ્પ પછી હવે રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતીનનું નામ નોબલ શાંતિ પારિતોષિક માટે નોમિનેટ કરવામાં આવ્યું છે. જોકે ક્રેમલીને જાહેર કર્યું છે કે અમે પુતિનનું નામ નોમિનેટ કરેલ નથી. access_time 12:17 am IST

  • પાકિસ્તાનના ઇસ્લામાબાદથી પશ્ચિમમાં 4૦ કિલોમીટરે આજે સાવરે 5.46 વાગ્યે (IST) 4.6 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો અને અફઘાનિસ્તાનના કાબુલથી ઉત્તર પૂર્વમાં 237 કી.મી. ના અંતરે 4.3 ની તીવ્રતાનો ધરતીકંપ નોંધાયો : રાષ્ટ્રીય સિસ્મોલોજી કેન્દ્ર access_time 8:39 am IST

  • દેશમાં કોરોના કેસનો આંકડો 57 લાખને પાર પહોંચ્યો : રાત્રે 10 વાગ્યા સુધીમાં નવા 58 હજારથી વધુ કેસ ઉમેરાયા :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં સતત વધારો access_time 10:22 pm IST