Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

દ્ધારકા નગરપાલિકા દ્ધારા સાસંદ પુનમબેન માડમના જન્મદિવસની વૃક્ષારોપણ કરીને ઉજવણી કરાઈ

 દ્વારકા: જામનગર જીલ્લાના  સાંસદ સભ્ય પુનમબેન માંડમનો આજે જન્મદિન છે. જીલ્લા ભરમાં ભાજપના કર્યકતાઓ અને લોકો દ્વારા અલગ અલગ ઉજવણી કરવામાં આવી હતી તેમજ સોશ્યલ મિડિયાના માધ્યમથી પુનમબેનને લાખો લોકો એ શુભેચ્છાઓ પાઠવી. દ્વારકા નગરપાલિકા અને દ્વારકા શહેર ભાજપ સંગઠન દ્વારા વૃક્ષારોપણ કરી પુનમબેન નો જન્મદિન ઉજવ્યો હતો

, આ પ્રસંગે પાલીકા પ્રમુખ જ્યોતિબેન સામાણી, ઉપપ્રમુખ પ્રકાશભાઈ વાધેલા, દ્વારકા શહેર પ્રમુખ વિજયભાઈ બુજજડ, પાલીકા ના સદસ્ય પરેશ ઝાખરીયા, વિમલભાઈ ચૌહાણ, બિરેન સવાણી, અને નગરપાલિકા ચીફ ઓફીસર ડુંડીયા હાજર રહ્યા હતા

(9:46 pm IST)