Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

ભાવનગરના સિહોર પંથકમાં ધોધમાર વરસાદ : અમરેલી અને રાજુલામાં મેઘરાજાનું આગમન

સર્વત્ર મેઘમહેર થતા કાળઝાળ ગરમીથી લોકોને રાહત: વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી

 

ભાવનગરના સિહોર અને આજુબાજુના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. સિહોરના વરલ, ટાણા અને આજુબાજુના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

અમરેલી જિલ્લામાં ફરીવાર મેઘસવારીનું આગમન થયું છે. રાજુલાના ડુંગર અને સાજણ વાવમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો હતો. સર્વત્ર મેઘમહેર થતા કાળઝાળ ગરમીથી લોકોને રાહત મળી છે. અમરેલી શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો.

(11:25 pm IST)