Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

વાંકાનેર પંથકમાં વધુ એક નકલી તંબાકુની ફેક્ટરી ઝડપાઇ :

એલસીબીએ ચંદ્રપુરના મોનશાહ જીનમાં ચાલતી ફેક્ટરીમાંથી બાગબાનના જથ્થા સહીત 4 લાખથી વધુનો મુદામાલ જપ્ત કર્યો

વાંકાનેર : વાંકાનેર પંથકમાં વધુ એક ડુપ્લીકેટ તમ્બાકુ બનાવતી ફેક્ટરી ઝડપાઇ છે એલસીબીએ બાતમીના આધારે વાંકાનેરના ચંદ્રપુરના જીનમાં ચાલતી નકલી તંબાકુની ફેક્ટરી ઝડપીને ચાર લાખથી વધુનો મુદામાલ જપ્ત કર્યો છે

  મોરબી જિલ્લા પોલીસ વડા ડો. કરણરાજ વાઘેલાની સુચનાથી એલસીબી પીઆઈ વી.બી. જાડેજાની સુચના મુજબ એલસીબી સ્ટાફ દ્વારા ખાનગી હકીકત મળતા વાંકાનેરના ચંદ્રપુર ગામે આવેલ મોનશાહ જીનમાં ચાલતી ડુપ્લીકેટ તમાકુની ફેક્ટરી ઝડપી પાડેલ છે અગાઉ પણ વાંકાનેર સીટી પોલીસે શહેર વિસ્તારમાંથી તેમજ રાતીદેવડી સીમ વિસ્તારમાંથી તમાકુની ફેક્ટરી ઝડપી હતી તેમજ એલસીબીએ મુમના શેરીમાંથી ડુપ્લીકેટ તમાકુની ફેક્ટરી ઝડપી પાડેલ આ વધુ એક ડુપ્લીકેટ તમાકુની ફેક્ટરી ઝડપાતા વાંકાનેર પંથકમાં તમાકુના વેપારીઓમાં ફફડાટ મચી ગયેલ છે.

    મળતી માહિતી મુજબ એલસીબીએ વાંકાનેર શહેર નજીક આવેલ ચંદ્રપુર ગામે મોનશાહ જીનમાં ડુપ્લીકેટ બાગબાન તમાકુનો મોટો જથ્થો ઝડપી પાડેલ છે અને મોટા પ્રમાણમાં ડુપ્લીકેટ તમાકુ બનાવવાની મશીનરી, કેમિકલ, તમાકુ, તમાકુના ખાલી તેમજ ભરેલા ડબ્બા તેમજ કેમિકલ અને અન્ય વસ્તુઓ સાથે કુલ મુદ્દામાલ રૂ. ૪,૦૪,૮૯૩ નો ઝડપી પાડી ડુપ્લીકેટ તમાકુની ફેક્ટરીમાં આરોપી ઈરફાન અશરફભાઈ ફકીર (ઉંમર વર્ષ 27 )અને નવાજ સીદિક તરીયા ( ઉ,વ, 24 ) સ્થળ પર મળી આવેલ. આ ડુપ્લીકેટ તમાકુ કોને કોને વેચાણ કરતાં અને આ ફેક્ટરીમાં કોણ-કોણ સામેલ છે તે બાબતની વધુ તપાસ એલસીબી પીઆઈ વી.બી. જાડેજા ચલાવી રહ્યા છે આ ડુપ્લીકેટ તમાકુની ફેક્ટરી ઝડપી પાડવામાં એલસીબીના ઈશ્વરભાઈ, પૃથ્વીરાજસિંહ, ભગીરથસિંહ અને સહદેવસિંહએ સફળ કામગીરી કરેલ હતી.

(9:06 pm IST)