Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

તાળાજાના સમઢીયાળા -દિહોર-ચુડી-નેસવડમાં તસ્કરોની રંજાડઃ લાખો રૂપિયાના ઝટકા મશીન-કુવામાંથી મોટરોની પણ ચોરી

ગામડાઓ ભાંગી રહ્યા છે તેનું એક કારણ અસલામતી !

(મેઘના વિપુલ હિરાણી દ્વારા)ભાવનગર,તા.૨૪: ભાવનગર જિલ્લાના તળાજા પોલીસ મથકના દિહોર બીટ ના ગામડાઓના ખેડૂતોની નિશાચરો નાકારણે કફોડી થઈ છે. ખેડૂતો પોલીસ ને રજુઆત કરવા જાયતો પૂછવામાં આવેછે કોની પરશક છે તમને નામ આપો. બીજી તરફ નેતાઓની ચૂપકીદી છે.

દિહોર પંથકના ખેડૂતો એ હૈયા વરાળ ઠાલવતા જણાવ્યું હતુંકે છેલ્લા ત્રણેક માસમાં સિમ માં આવેલ ખેતર વાડીઓ માં રહેલ ઝટકા મશીન સાચવવા તસ્કરોના કારણે પરેશાનીમાં મુકાયાછીએ. દિહોર, સમઢીયાળા, ચૂડી, નેસવડ સહિતના ગામડાઓમાં ખેડૂતો એ નીલગાય ના ત્રાસ થી છુટકારો મેળવવા માટે ઝટકા મશીન મુકવામાં આવ્યા તે તસ્કરો ચોરીને જતા રહેછે.

ઝટકા મશીન બાબતે જણાવ્યું હતુંકે એક મશીન સાત હજાર થી લઇ પચીસેક હજારનુ આવેછે. આવા અદાઝે વીસેક જેટલા ઝટકા મશીન ત્રણેક મહિના માં ચોરાઈ ગયાછે. તાજેતરમાં એક કૂવામાંઙ્ગ ઉતરેલ મોટર તસ્કરો કુવામાંથી ખેંચી ચોરી લઈ ગયા હતા. એટેલ હદ સુધી અહીં તસ્કરો બે ખોઉફ બન્યા છે.

પોલીસ ને ફરિયાદ કરવા જઈએ તો કોની ઉપર શક છે તેવા સવાલો કરે છે.એફ.આઈ.આર નોંધતા નથી. નેતાઓ સબ સલામત ના દવાઓ કરેછે ત્યારે ખેડૂતો ની વેદના સમજી પોલીસ પ્રશાશન તસ્કરો ને ઝબ્બે કરવા ત્વરિત કામગીરી હાથ ધરે તેવી લાગણી વ્યકત કરી હતી.

ગામડાઓ ભાંગી રહ્યા છે તેની પાછળ ગામડાઓમાં તસ્કરો ની રંજાડ, સ્થાનિક કેટલાક લોકો ની લૂખાગિરી, પણ જવાબદાર હોવાનું દિહોરના ખેડૂત રણછોડભાઈ પનોતે જણાવ્યું હતું.તો ધારડી ગામના એક યુવાને જણાવ્યું હતુંકે ખરક સમાજ ના પચાસેક યૂવાનો એ ગામ છોડ્યું છે તેની પાછળ પણ ખોટી દાદાગીરોનો ભોગ બનવું કરતા સ્થળાંતર કરીને શાંતિથી રોજગારી મેળવવી ગમે છે.

(3:34 pm IST)