Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

પોલીસ ઇન્સપેકટર અરવિંદસિંહ જાડેજા ૪૬૦ કિ.મી.ની માતાના મઢની સાયકલ યાત્રાએ

ધોરાજી, તા.૨૪: ધોરાજીમાં રહેતાઙ્ગ અને રાજકોટમાં પોલીસ ઇન્સ્પેકટર તરીકેઙ્ગ પોસ્ટિંગ થયેલ ક્ષત્રિય સમાજના અગ્રણી ગણાતા અરવિંદસિંહ જાડેજા આગામી દિવસોમાં શકિત ઉપાસનાનો મહાપર્વ નવરાત્રી ના નવલા તહેવાર આવી રહ્યા છે. ત્યારે માઈ ભકતો દ્વારા વિવિધ પ્રકારે ભકિત, ભાવ અને પોતાની શ્રદ્ઘા માતાના ચરણોમાં ધરતા હોય છે.

ત્યારે મૂળ ધોરાજીના રહીશ અને હાલ રાજકોટ પોસ્ટિંગ થયેલા પોલીસ ઇન્સપેકટર અરવિંદસિંહ જાડેજા છેલ્લા ચાર વર્ષથી દરેક આસો નવરાત્રીમાં પગપાળા ધોરાજી થી કચ્છમાં આવેલ માતાના મઢ ખાતે પોતાની શ્રદ્ઘા સાથે જાય છે.

ધોરાજી થી ૪૬૦ કિલોમીટર ના અંતરે આવેલ માતાના મઢ ખાતે પગપાળા જાય છે. આ વર્ષે તેઓ સાયકલ પર ૪૬૦ કિલોમીટર સુધી જઈ માં આશાપુરા ના ચરણોમાં તેમનો ભાવ પ્રગટ કરશે.... ધોરાજી થી સાયકલ દ્વારા નીકળેલાપોલીસ ઇન્સપેકટર અરવિંદસિંહ જાડેજાને મિત્રો સ્નેહીઓ દ્વારા શુભેચ્છા આપવામાં આવી હતી.

(3:34 pm IST)