Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ રાણપુરમાં મહાત્મા ગાંધીની જન્મજયંતિ નિમિતે સૌપ્રથમ 'ગાંધી તકતી'ની સ્થાપના

રાજકોટ : મહાત્મા ગાંધીની ૧૫૦રમી જન્મજયંતી નિમિત્ત્।ે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ રાણપુર સ્થિત લોકસંત ક્રાંતિકારી જૈન મુનિશ્રી સંતબાલજી પ્રેરિત તથા આર્થિક-સામાજિક રીતે વંચિત સમાજની બહેનોને સ્વરોજગારી આપવાનું ઉમદા કાર્ય કરતી અગ્રગણ્ય ખાદી સંસ્થા ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળં ખાતે ગુજરાતની સહુપ્રથમ ગાંધી તકતીંની સ્થાપના થઈ

મહાત્મા ગાંધી, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી, મૂકસેવક રવિશંકર વ્યાસ મહારાજ, ક્રાંતિકારી જૈન મુનિશ્રી સંતબાલજીના રેખા-ચિત્રો તેમજ ઈતિહાસને આલેખતી ગ્રેનાઈટની વિશાળ કલાત્મક તકતીની સ્થાપના ખાદી સંસ્થા  ખાતે થઈ તેનું સવિશેષ મહત્વ છે. એપ્રિલ ૧૯૨૫ના રાણપુર સુધરાઈ દ્વારા મહાત્મા ગાંધીનું સન્માન કરીને એમને માનપત્ર એનાયત કરાયું હતું. ગાંધીજીનો રાતવાસો ર્ીંસૌરાષ્ટ્રના સિંહં અમૃતલાલ શેઠ સ્થાપિત ર્ીંસૌરાષ્ટ્રં પ્રેસમાં હતો. ગાંધીજી સાથે  ઝવેરચંદ મેઘાણીની સહુપ્રથમ મુલાકાત પોતાની કર્મભૂમિ રાણપુર ખાતે ત્યારે થઈ હતી. ૧૯૩૧માં ગાંધીજીને સંબોધતું કાવ્ય ર્ીંછેલ્લો કટોરોં  ઝવેરચંદ મેદ્યાણીએ રચ્યું ને રાષ્ટ્રીય શાયરંનું ગૌરવભર્યું બિરુદ મહાત્માજી પાસેથી પામ્યા. આજીવન ખાદીધારી ઝવેરચંદ મેઘાણીએ ખાદીના પ્રચાર-પ્રસાર માટે ફૂલછાબં કાર્યાલયમાં ખાદી-કેન્દ્ર પણ શરૂ કર્યું હતું. ગુજરાતની એકમાત્ર ઊની ખાદીની સંસ્થા ર્ીંભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળંની સ્થાપના ક્રાંતિકારી જૈન મુનિશ્રી સંતબાલજીની પ્રેરણાથી ૨૬ માર્ચ ૧૯૫૮ના રોજ થઈ હતી. સર્વધર્મ સમભાવ ધરાવતા સંતબાલજીએ ગાંધી-વિચારો-મૂલ્યોથી પ્રેરિત થઈને ધર્મમય સમાજ રચનારૂપે રાષ્ટ્રવાદ, શિક્ષણ, આરોગ્ય, ખેડૂત-ગોપાલકલક્ષી, ગ્રામ સ્વાવલંબન, ખાદી-ગ્રામોદ્યોગ, સ્વરોજગારી, નારી-જાતિ અને વંચિત સમાજનાં ઉત્થાનની વિવિધ સેવાકીય પ્રવૃત્ત્િ।ઓની જયોત જલાવી હતી. ૧૯૪૭માં સંતબાલજી દ્વારા સ્થાપિત ભાલ નળકાંઠા પ્રાયોગિક સંઘ (ગુંદી આશ્રમ)ના સર્વપ્રથમ પ્રમુખ મૂકસેવક રવિશંકર વ્યાસ મહારાજં હતા.

બોટાદ જિલ્લાના સંનિષ્ઠ અને સાહિત્ય-શિક્ષણ-પ્રેમી પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા, ઝવેરચંદ મેદ્યાણીના પૌત્ર અને ઝવેરચંદ મેદ્યાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેદ્યાણી, રવિશંકર મહારાજ-સંતબાલજીના નિકટના સાથી અને સહકારી ક્ષેત્ર-ખેડૂત આગેવાન દાજીભાઈ ફલજીભાઈ ડાભી, ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળના ચેરમેન ગોવિંદસંગ દાજીભાઈ ડાભી, ટેક્ષસ્પીન બેરિંગ લિ.ના ચેરમેન ભુપેન્દ્રભાઈ મકવાણા, નાયબ પોલીસ અધિક્ષક ડો. જે. જે. ગામિત, પોલીસ ઈન્સપેકટર એમ. એમ. દિવાન, પૂર્વ સરપંચ જીવાભાઈ રબારી અને અબ્બાસભાઈ ખલાણી, ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળના કારોબારી સભ્યો મનુભાઈ ચાવડા (રાજા), ગગુભા ગોહિલ, અનિરુધ્ધસિંહ ચાવડા, રમેશભાઈ પટેલ, સેક્રેટરી હરદેવસિંહ રાણા, વણાટ સુપરવાઈઝર રમેશભાઈ પરમાર, એકાઉન્ટ મેનેજર કલ્પેશભાઈ શાહ, કર્મચારીઓ અને કારીગર બહેનો, રાણપુર સાર્વજનિક એજયુકેશન સોસાયટીના મુકુન્દભાઈ વઢવાણા, પ્રકાશભાઈ સોની અને વામનભાઈ લુહાર, શ્રી ચોટીલા એજયુકેશન એન્ડ ચેરિટી ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી કિરીટસિંહ રહેવર (મામા), શિક્ષણ-જગતમાંથી સંજયભાઈ ગદાણી, ચંપકસિંહ પરમાર, વીણાબેન સોલંકી, કાદરભાઈ કોઠારિયા અને અનિલભાઈ ગોહિલ, અગ્રણીઓ પ્રતાપસિંહ ડોડીયા, હરિરામબાપુ, મઘાભાઈ, મેરામભાઈ પટેલ, ગોવિંદભાઈ જાદવ, જે. પી. ગોહિલ, નિવૃત્ત્। તલાટી હેમંતસંગભાઈ ડાભી, જૈન અગ્રણી જતીનભાઈ દ્યીયા, પાંચાભાઈ બોળીયા ઉપસ્થિત રહ્યાં હતાં

પ્રાધ્યાપક રહી ચૂકેલા બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાએ મોટી સંખ્યામાં ઉપસ્થિત વિદ્યાર્થીઓ સાથે રસપ્રદ શ્નગાંધી ગોષ્ઠીં કરી હતી. મહાત્મા ગાંધીના જીવન, મૂલ્યો, વિચારો, સાહિત્ય વિશે નવી પેઢીને પ્રેરણા આપી હતી. સાધારણ માનવીમાંથી મહામાનવ બની શકાય તેની પ્રેરણા ગાંધીજીનાં જીવનમાંથી મળે છે તેમ તેઓએ ભારપૂર્વક જણાવ્યું હતું. જીવનમાં વચન અને કર્મનું પણ મહત્ત્વ સમજાવ્યું હતું. નાના ગામમાં વસતાં સાધારણ પરિવારમાંથી આવતો વિદ્યાર્થી આઈએએસ/આઈપીએસ અધિકારી થઈ શકે ખરો તેવા એક વિદ્યાર્થીએ સહજભાવે પૂછેલા પ્રશ્નના ઉત્ત્।રમાં પોતે પણ ૭૦૦ની વસ્તી ધરાવતા એક નાના ગામની સરકારી શાળામાં અભ્યાસ કરીને પરિશ્રમ-સંઘર્ષથી સ્વબળે કેવી રીતે આઈપીએસ અધિકારી થયા તેની હૃદયસ્પર્શી વાત કરીને ઉપસ્થિત સહુ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. દેશપ્રેમ, એકતા, ભાઈચારો, સમાનતા, સ્વચ્છતા, વ્યસન-મુકિત, ટ્રાફિક-નિયમોના પાલનની પણ પ્રેરણા આપી હતી. ખાદી ભવનની મુલાકાત લઈને ખાદી-કાર્યને રસપૂર્વક નિહાળ્યું તથા યુવા પેઢીને ખાદી પહેરવાની પ્રેરણા આપી હતી.      

રાણપુરના લોકગાયક-ભજનિક નરેશ વાઘેલાએ મહાત્મા ગાંધીને પ્રિય એવાં મેઘાણી-ગીતો થકી સ્વરાંજલિ અર્પણ કરી હતી. નવરાત્રીનું પાવન પર્વ આવી રહ્યું છે તે નિમિત્ત્।ે ઝવેરચંદ મેઘાણી સંશોધિત-સંપાદિત રઢિયાળી રાતંનાં પ્રાચીન લોકગીતો, રાસ, ગરબાનો આસ્વાદ પણ નરેશ વાઘેલાએ કરાવ્યો હતો. જન્મભૂમિ હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓએ ભકતકવિ નરસિંહ મહેતા કૃત ગાંધીજીને અતિ પ્રિય ભજન વૈષ્ણવજનં રજૂ કર્યું હતું.      

મહાત્મા ગાંધી, કસ્તૂરબા, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેદ્યાણી, રવિશંકર મહારાજ, બબલભાઈ મહેતા, પરીક્ષિતભાઈ મજમુદાર, છોટુભાઈ મહેતા, અંબુભાઈ શાહ, નવલભાઈ શાહ, ફલજીભાઈ ડાભી, ગુલામ રસૂલ કુરેશી, કાશીબેન મહેતા, સ્વામી જ્ઞાનચંદ્રજી, સુરાભાઈ ભરવાડ, હરિવલ્લભભાઈ મહેતા, દુલેરાય માટલિયા, મણિભાઈ પટેલ, મીરાબેન પટેલને ઉપસ્થિત સહુએ ભાવાંજલિ અર્પણ કરી હતી. ઊની ખાદીની હાથવણાટની શાલ અને તિરંગા સુતરની આટીથી બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાનું અભિવાદન ગોવિંદસંગ ડાભી અને પિનાકી મેદ્યાણીએ કર્યું હતું. રાણપુર તાલુકાના મૂળ વતની અને ચોટીલાને પોતાની કર્મભૂમિ બનાવનાર કિરીટસિંહ રહેવર (મામા) પણ હર્ષદ મહેતા અને પિનાકી મેદ્યાણીને સાફો પહેરાવીને અભિવાદન કર્યું હતું. સુરક્ષા સેતુ સોસાયટીબોટાદ જિલ્લા પોલીસના સૌજન્યથી ઉપસ્થિત વિદ્યાર્થીઓ સહિત સહુને આઈસ્ક્રીમ અપાયો હતો. કલાત્મક ગાંધી તકતીંનું નિર્માણ-કાર્ય ધર્મેન્દ્રભાઈ શર્મા - ગીતા મૂર્તિ ભંડાર (અમદાવાદ) તથા ફિટીંગ - ફ્રેમિંગ વાલજીભાઈ પિત્રોડાવિશ્વકર્મા ફનીર્ચર (રાજકોટ) દ્વારા થયું કરાયું હતું.

(1:52 pm IST)
  • ઉતકલ એક્સપ્રેસમાં બોમ્બની અફવાથી ખળભળાટ : ડોગ સ્ક્વોડ અને બૉમ્બ સ્ક્વોડ દ્વારા બે કલાક સુધી ટ્રેનમાં સઘન ચેકીંગ : આખી ટ્રેનને ખાલી કરાવાઈ : યાત્રીઓમાં ભયનો માહોલ access_time 1:03 am IST

  • અત્યાધુનિક સિવિલ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવા ૨ ઓકટોબરે રાજકોટ આવી રહેલા નરેન્દ્રભાઇ : રાજકોટઃ આગામી રજી ઓકટોબરના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી રાજકોટ સિવિલ હોસ્પિટલનુ લોકાર્પણ કરશે તથા એઈમ્સનું ખાતમુહૂર્ત અને કબા ગાંધીના ડેલાની મુલાકાત લેશે તેમ જાણવા મળે છે access_time 1:13 pm IST

  • ૩ લાખ જેટલા ઘરોમાં વીજળી પહોંચાડવા માટે ૧૪૭ મિલીઅન ડોલરના ખર્ચે કેન્યા સરકાર સોલાર પ્લાન્ટસ સ્થાપશે access_time 8:53 pm IST