Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

ભર ચોમાસે મોરબીના મહેન્દ્રનગરમાં પીવાની પાણી તંગી લીધે મહિલાઓ હોબાળો મચાવ્યો

મોરબી તા.૨૪: મોરબીના મહેન્દ્રનગરમાં ગામે છેલ્લા ૨૫ દિવસથી પાણી ન આવતા મહિલાઓ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું મહિલાઓનું ટોળું બેડા સાથે મહેન્દ્રનગર ગ્રામ પંચાયત કચેરીએ દોડી ગઈ હતી અને ગ્રામ પંચાયત કચેરીમાં ભારે હોબાળો મચાવ્યો હતો. અંતે તલાટી મંત્રીએ આ પાણી પ્રશ્ને યોગ્ય પગલાં લેવાની ખાતરી આપી હતી.જેથી મામલો શાંત પડ્યો હતો

મળતી વિગત મુજબ મોરબી પાસે આવેલા મહેન્દ્રનગર ગામે છેલ્લા ૨૫  દિવસથી પીવાનું પાણી  સમસ્યા સર્જાય હતી. જેમાં  ૨૫ દિવસથી પાણી ન આવતા આજે મહેન્દ્રનગર ગામની મહિલાઓની  રોષ ભરાયેલી મહિલાઓનું ટોળું બેડા સરઘસ સાથે મહેન્દ્રનગર ગ્રામ પંચાયત કચેરીએ દોડી ગયું હતું.મહિલાઓએ પાણી પ્રશ્ન ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે ભારે દેખાવો કર્યા હતા. મહિલાઓએ આક્રોશભેર રજુઆત કરી હતી કે, મહેન્દ્રનગર ગામે છેલ્લા ૨૫  દિવસથી પાણી આવતું નથી અને તંત્ર ગોળ ગોળ વાત કરતું હોવાથી વિરોધ પ્રદર્શન કર્યું હતું. અને  જ્યારે ગામના અગ્રણી અને જિલ્લા પંચાયતના સદસ્ય મુકેશભાઈ ગામીએ જણાવ્યું હતું કે, ૨૫  દિવસથી પાણી ન આવતા ગામલોકો અને અબોલ પશુઓને પાણી વિના હેરાન થાય છ . આ વસ્તી માટે બે પાણીના ટાંકા છે.જેમાં એક પાણીના ટાંકામાં પાણી આવે છે અને બીજા ટાંકામાં પાણી આવતું નથી. ત્યારે મહિલા સરપંચ એવું કહે છે કે, નઝરબાગ પાસે આવેલ પાણીના સંપમાં પંપ ખરાબ થઈ ગયો છે એટલે પાણી આવતું નથી. ૨૫  દિવસ સુધી પાણીનો પંપ ખરાબ હોય એવું બહાનું પોકળ છે. જો પંપ ખરાબ હોય તો તેમને તાત્કાલિક રિપેર કરવો જોઈએ. ત્યારે આજે મહિલાઓએ હલ્લાબોલ કરતા તલાટી મંત્રીએ બે દિવસમાં પાણી આપવની ખાતરી આપતા મામલો શાત પડ્યો હતો થોડી વાર માટે મામલો ઉગ્ર બન્યો હતો અને પંચાયત ઓફિસમાં તોડોફોડ પણ થઇ હોવાથી પોલીસ પણ દોડી આવી હતી

(1:19 pm IST)