Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

કારકિર્દી ઘડતર એ જીવન ઘડતરનો એક ભાગ છેઃ નાયબ કલેકટર નસીમબેન મોદન

સાયલા ખાતે કારકિર્દી આયોજન સપ્તાહનો શુભારંભ

સુરેન્દ્રનગર તા.૨૪:  સાયલા ખાતે જિલ્લા રોજગાર કચેરી, જિલ્લા માહિતી કચેરી  અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના સંયુકત ઉપક્રમે હાથ ધરવામાં આવેલ કારકિર્દી આયોજન સપ્તાહનો શુભારંભ કાર્યક્રમ નાયબ કલેકટર નસીમબેન મોદનના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.

સાયલા સ્થિત શ્રી એમ.એલ. વોરા ગલ્ર્સ હાઇસ્કુલ ખાતે યોજાયેલા  ઉદ્દઘાટન સમારોહ પ્રસંગે નાયબ કલેકટર  નસીમબેન મોદને   જણાવ્યું હતું કે, કારકિર્દી ઘડતર એ જીવન ઘડતરનો એક ભાગ છે. આજના બદલાતા સમયને અનુરૂપ વિદ્યાર્થીઓએ પણ પોતાની કારકિર્દી ઘડતર માટે યોગ્ય માધ્યમને આપનાવવુ જોઈએ. કારકિર્દી ઘડતર માટેનો યોગ્ય સમય હોય છે. એકવાર આ સમય વીતી ગયા બાદ ફરી સમય આવતો નથી. તેથી વિદ્યાર્થીઓએ પોતાને મળેલા સમયનો સદ્દઉપયોગ કરી કારકિર્દી ઘડતર માટે તેમનામાં રહેલી સર્જનાત્મકતાને બહાર લાવી, ગમતા ક્ષેત્રમાં એકાગ્રતા કેળવી ઉજ્જવળ કારકિર્દીની દિશામાં આગળ વધવું જોઈએ.

આ પ્રસંગે જિલ્લા રોજગાર અધિકારી પી.કે. ત્રિવેદીએ ં રોજગાર વિભાગની વિવિધ કામગીરીનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, સમગ્ર જિલ્લામાં કારકિર્દી આયોજન સપ્તાહની ઉજવણીનો આજથી શુભારંભ થયો છે. આ સપ્તાહ દરમિયાન નિબંધ લેખન સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા, વાર્તાલેખન જેવી પ્રવૃતિઓ હાથ ધરવામાં આવનાર છે.

આ કાર્યક્રમમાં સમાજ સુરક્ષા અધિકારી વસીમ શાહે પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતુ. કાર્યક્રમના પ્રારંભમાં સ્વાગત પ્રવચન કરતાં હાઈસ્કુલના આચાર્ય  સી.કે. વ્યાસે જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજય સરકારની વિવિધ મહિલાલક્ષી કલ્યાણકારી યોજનાનો લાભ લઇ બહેનો આગળ આવે અને સ્વનિર્ભર બની કુટુંબ અને સમાજમાં માનભેર જીવન વિતાવી શકે તે માટે આવા સેમિનારો માર્ગદર્શક રૂપ બનતા હોય છે.

આ પ્રસંગે નાયબ માહિતી નિયામક  હેતલભાઇ દવે, જિલ્લા માહિતી કચેરી અને રોજગાર કચેરીના કર્મચારીશ્રીઓ શાળાના શિક્ષકો તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી હતી.

(1:18 pm IST)