Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

જામનગરથી માતાના મઢે જતા શ્રી આશાપુરા પદયાત્રા સંઘનું પ્રસ્થાન : મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા હસ્તે રેડિયમ જેકેટ વિતરણ

જામનગર તા.૨૪ છેલ્લા ૨૩ વર્ષ પૂર્ણ કરી સતત ૨૪માં વર્ષે જામનગરથી માતાનાં મઢ કચ્છ જતાં શ્રી આશાપુરા પદયાત્રા સંઘનાં પ્રમુખશ્રી પ્રવિણસિંહ નટુભા જાડેજા તથા તમામ પદયાત્રીઓને દરબારગઢ ખાતે આવેલ શ્રી આશાપુરા માતાજીના મંદિરે દર્શન કરી અન્ન અને નાગરિક પુરવઠાના રાજ્ય મંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા પ્રસ્થાન કરવામાં આવેલ હતું. આ પ્રસંગે નિવૃત ડી.વાય.એસ.પી. શ્રી વી.ડી.ગોહીલ, બોર્ડર વિંગના નિવૃત ડી.વાય.એસ.પી. શ્રી મહિપાલસિંહ જાડેજા, પૂર્વ મેયરશ્રી ધર્મેન્દ્વસિંહ ઝાલા, સમુહ લગ્ન સમિતીના પ્રમુખશ્રી ભરતસિંહ કે.જાડેજા, શ્રી ગગુભા જાડેજા, શ્રી નિલેષસિંહ જાડેજા, શ્રી વિજયસિંહ ચૌહાણ, શ્રી મહિપતસિંહ જાડેજા વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહેલ હતા.

આ સંઘમાં ૬૦૦થી વધુ ભાઈઓ અને બહેનો પદયાત્રામાં જોડાયા છે અને જામનગરથી ૧૨માં દિવસે માતાનાં મઢે દર્શન માટે પહોંચશે. અને આ વર્ષે ખાસ સંઘના પ્રમુખશ્રી પ્રવિણસિંહ નટુભા જાડેજાના સુપુત્રશ્રી ધર્મેન્દ્રસિંહ તથા જીતેન્દ્રસિંહ (ઓસ્ટ્રેલિયા) દ્વારા રસ્તામાં જમવાની તથા તમામ વ્યવસ્થા તેમના તરફથી કરવામાં આવેલ છે. આ પ્રસંગે ગાયત્રી પરિવારનાં ભાઈઓ દ્વારા શાસ્ત્રોકત વિધિથી રક્ષા કવચ બાંધવામાં આવેલ હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રવિણસિંહ કે. જાડેજાએ કરેલ હતું અને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવાં મહેન્દ્રસિંહ જાડેજા તથા અન્ય કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવેલ હતી તેમ જામનગર જિલ્લા રાજપુત સેવા સમાજ જામનગરની યાદીમાં જણાવાયું છે.

જામનગરથી માતાનાં મઢે પદયાત્રીઓ જાય છે તે વધારે પડતાં રાત્રીનાં સમયે મુસાફરી કરે છે. ત્યારે તેમને અકસ્માત ન થાય તેવા ઉમદા હેતુસર શ્રી ભાગ્યલક્ષ્મી એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રેડિયમ જેકેટ તથા જામનગર શહેર જિલ્લા રાજપુત યુવા સંઘ દ્વારા ઠંડા પીણાનું વિતરણ અન્ન અને નાગરિક પુરવઠાના રાજ્ય મંત્રીશ્રી ધર્મેન્દ્વસિંહ જાડેજાના વરદ હસ્તે કરવામાં આવેલ હતું. અને પદયાત્રીઓને રાત્રીના સમયે આ રેડિયમ જેકેટ પહેરવા વિનંતી કરવામાં આવેલ. આ પ્રસંગે શહેર રાજપુત યુવા સંઘના પ્રમુખશ્રી ડી.કે.જાડેજા, જિલ્લા મહામંત્રી  પ્રવિણસિંહ જાડેજા, શહેર મહામંત્રી  નિલેષસિંહ જાડેજા, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન સુભાષ જોશી, જાડાના પુર્વ ચેરમેન  દિલીપસિંહ ચુડાસમા, ગજેન્દ્રસિંહ જાડેજા,  વિજયસિંહ ગોહિલ,  કુલદિપસિંહ જાડેજા,   રતુભા જાડેજા,   લાલુભા જાડેજા, ભાગ્યલક્ષ્મી એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટનાં  જગદિશસિંહ જાડેજા,  અમિતભાઈ ખાખરીયા,   સુનિલભાઈ શાહ,   સુનિલભાઈ દોશી તથા સમુહ લગ્ન સમિતિનાં પ્રમુખ  ભરતસિંહ જાડેજા, ઉપપ્રમુખ  ગજેન્દ્રસિંહ રાણા, પ્રો.ડાયરેકટર મહેન્દ્રસિંહ જાડેજા, પ્રવિણસિંહ જાડેજા વગેરે ઉપસ્થિત રહેલ હતા તેમ જામનગર જિલ્લા રાજપુત સેવા સમાજ જામનગરની યાદીમાં જણાવાયું છે.

(1:15 pm IST)