Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

ખંભાળીયા હોસ્પિટલમાં ૬ દિ'માં પ૪૦૦ દર્દી નોંધાયા : રોગચાળાનો ભરડો

૪ માંથી ૧ ડોકટરને દ્વારકા મુકી દેવાયા : ગંદા પાણીના ખાડા મુખ્ય કારણ : ગ્રામ્ય વિસ્તારમાં પણ અસર

ખંભાળીયા, તા. ર૪ : ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકર્ડમાં  જો કોઇ અરજી કરે તો ખંભાળિયાની સરકારી હોસ્પિટલનું નામ દર્દીની તપાસણીમાં આવે તેવું છે !!

ખંભાળીયાની સરકારી હોસ્પિટલમાં રોજના ૧૦૦૦ દર્દી ઓ.પી.ડી. હોય જે સવારે નવથી દોઢેક વાગ્યા સુધીમાં ડોકટરો ચેક કરે છે !! હવે એમ.બી.બી.એસ. ડોકટરો માત્ર ચાર છે. આઠમાંથી ચાર જગ્યા ખાલી છે. અને ૧૦૦૦ દર્દીઓ આવે તો દરેકના ભાગે રપ૦ દર્દીઓ તપાસવાના આવે !! હવે નવ વાગ્યાથી સતત બે વાગ્યા સુધી ચારેય ડોકટર પાણી પીવા કે ચા કે પેશાબ કરવા પણ ઉભા ના થાય તો એક દર્દીને ચેક કરવાનો સમય ૮૩ સેકન્ડ મળે છે.

૮૩ સેકન્ડમાં દર્દીને તપાસી નામ લખીને દવા પણ આપવાની અને જરૂર પડયે તેના રીપોર્ટ માટે પણ લખવાનું !! જો કે ૮૩ સેકન્ડમાં દર્દીને ચેકઅપ કરીને તેને દવા લખી રીપોર્ટ માટેનું લખીને મોકલી શકાય તો ખરેખર ગીનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધ પડે કેમકે સતત રપ૦ દર્ર્દી આવી રીતે રોજ જોવા તે રેકોર્ડનું કામ છે!!

ખંભાળિયામાં રોજ ૧૦૦૦ ઓ.પી.ડી. અને રોજ ૮૦/૯૦ ઇન્ડોર પેસન્ટની સામે ૮ માંથી ૪ તબીબી જ છે પણ તે પણ સરકારી તંત્રને દેખાતુ ના હોય તેમ નીંભર ઉપરના તંત્રએ એક એમ.બી.બી.એમ. ને દ્વારકા ડેપ્યુટેશન માટે મુકયા તેથી હવે ત્રણ તબીબ અને ૧૦૦૦ દર્દી દરેકના ભાગે ૩૩૩ દર્દી આવશે !!

જો કે આ બાબતે ખંભાળિયા અગ્રણી હિતેન્દ્રભાઇ આચાર્યએ ભાજપના વિવિધ અગ્રણીઓ તથા જિલ્લાના વિવિધ અગ્રણીઓને ખંભાળિયા-ગાંધીનગર વ્યાપક રજુઆતો કરી છે જો તંત્ર આરોગ્ય નહીં જાગે તો ગંભીર સ્થિતિ ઉભી થશે!!

હાલ દ્વારકા ડેપ્યુટેશનની નિમણુંક રદ કરવા નવા તબીબો ફાળવવા તથા જામનગર જી.જી. હોસ્પિટલ સમય .સુધી મુકવા તથા આરોગ્ય કેન્દ્ર ખંભાળિયાની રોગી કલ્યાણ સમિતિ દ્વારા કામચલાઉ બે તબીબોની નિયુકિત કરાય તેવી પણ માંગ કરાઇ છે.

ખંભાળિયા શહેર તથા તાલુકો આખો રોગચાળાના ગંભીર ભરડામાં ચોમાસાની સ્થિતિ તથા ધાબડ જેવા સૂર્યપ્રકાશ વગરના વાતાવરણથી થતા શહેર તથા તાલુકામાં રોજના ર૮૦૦ થી ૩૦૦૦ જેટલા દર્દીઓ હોસ્પિટલોમાં આવતા ભારે ઉહાપોહ થઇ ગયો છે.

ટીમ દ્વારા તપાસ કરાતા ગઇકાલે એક હજાર દર્દીઓ આઉટડોર પેશન્ટ તરીકે દાખલ થયા હતા તો એ જ રીતે ખંભાળિયાની સરકારી હોસ્પિટલ સિવાય ખાનગી હોસ્પિટલોમાં પણ રોજ ૧પ૦ થી ર૦૦ દર્દીઓ આવતા હોય ખંભાળિયા શહેર તથા તાલુકાની ખાનગી સરકારી હોસ્પિટલોમાં રોજ ર૮૦૦ થી ૩૦૦૦ જેટલા દર્દીઓ દવા લેવા આવતા હોય ત્યારે ચર્ચા જાગી છે. !! તાવ, ઝાડા, ઉલટી, ડેન્ગ્યુ માથુ દુઃખવુ તથા કળતર તૂટ જેવી વ્યાપક કેસો જોવા મળે છે જો  કે છેલ્લા એક -બે વર્ષથી મેલેરીયા તાવનો રોગ ઓછો થઇ ગયો છે પણ ડેન્ગ્યુનો રોગ વધતો જાય છે.

ખંભાળિયા શહેર તથા તાલુકામાં વ્યાપક પ્રમાણમાં રોગચાળો શરૂ થયો જેમાં ગંદા પાણીના ખાડાઓમાં તડતર અને ભરાયેલા પાણીને કારણે મચ્છરોની ઉત્પતિ સ્થાન બની ગયા હોય વ્યાપક રોગચાળાનું કારણ એ છે આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં દુષિણ પાણી પણ આ માટે જવાબદાર છે. હાલ પુરમાં આવેલા પાણી ભેગા ઢોરના મૃતદેહ તથા ગંદા પાણી કચરા વિ. પણ આવેલા હોય આવું દુષિત પાણી પીવાથી લોકો પેટના પાણીજન્ય રોગચાળાનો ભોગ પણ બને છે.

તંત્ર ગ્રામ્યમાં જાગ્યું શહેરમાં કયારે ?

દેવભૂમિ જિલ્લા કલેકટરશ્રી ડો. નરેન્દ્રકુમાર મીનાની સુચનાથી જિલ્લા તંત્રનો મચ્છરજન્ય તથા પાણીજન્ય રોગચાળા બાબતે જાગ્યુ઼ છે પરંતુ ખંભાળિયા શહેરમાં જયાં પાણી ભરાયા હોય ત્યાં દવાનો છંટકાવ કરવો, ફોગીંગ મશીન ચાલુ કરવા, ગંદકી દૂર કરવી તથા સર્વે કરીને ગંદા વસવાટવાળા વિસ્તારોમાં પગલા લેવાની માંગ કરાઇ છે.

પાલિકા વિસ્તાર તથા ખંભાળિયા નજીકના ધરમપુર, હર્ષદપુર, શકિતનગર વિ. વિસ્તારોમાં પણ કડક પગલા લેવા માંગ ઉઠી છે.

(1:14 pm IST)