Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

જામનગરમાં વ્યાજે લીધેલા પૈસા ચુકવી દેવા છતા પણ જાનથી મારીના ખવાની ધમકી

જામનગર, તા. ર૪ : સીટી એ- ડિવીઝન પોલીસ સ્ટેશનમાં દેવેન્દ્રભાઈ ભીમજીભાઈ ખીરા એ ફરીયાદ નોંધાવી છે કે, બે માસ અગાઉ ફરીયાદી દેવેન્દ્રભાઈના પુત્ર કેતનભાઈએ જયુભા, લાલુભા પાસેથી રૂપિયા ૫૫૦૦૦/- અલગ અલગ વ્યાજના દરેથી આજથી ચાર-પાંચ વર્ષ પહેલા લીધેલા તથા આ કામના આરોપી સુનલીભાઈ પાસેથી દેવેન્દ્રભાઈએ રૂમ.૨૦,૦૦૦/- પાણીના ભાવે વ્યાજેલીધેલ હોય જે તમામ વ્યાજના પૈસા ભરતા હોય અને ફૂલ ૨કમ સાથે વ્યાજ સહિત પાંચ ગણા પેસા ભરી દીધેલ હોવા છતાં અવાર નવાર ઉદ્યરાણી કરી ભુડી ગાળો આપી તથા પૈસા નહીં ભરે તો ફરીયાદી ના પરીવારને જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરેલ છે.

વૃધ્ધે આત્મહત્યા કરી

હર્ષદમીલની ચાલીમાં રહેતા જીતેન્દ્રભાઈ સોમજીભાઈ સોલંકી, ..૨૫ એ ફરીયાદ નોંધાવી છે કે,  સોમજીભાઈ સામતભાઈ સોલંકી, ..૫૦, રે. હર્ષદમીલની ચાલી ગુરૂકૂપા, પી.સી..વાળી ગલી, છતના હકના પંખામાં સાડી વડે ગળાફોસો ખાઈ લેતા આત્મહત્યા કરી મરણ ગયેલ છે.

છાતીમાં દુઃખાવો ઉપડતા વૃધ્ધનુ મોત

 રાજપાર્ક રીલાયન્સ ૫પ પાસે રહેતા કર્તવ્ય પ્રધુમતભાઈ જેઠવા, ..ર૨, એ સીટી એ- ડિવીઝન પોલીસમાં જાહેર કરેલ છે કે,  પ્રધુમનભાઈ ભવાનભાઈ જેઠવા, ..૭૦, રે. રિલાયન્સ પંપ ના ઢાળીયે આદિત્ય પાર્ક, જામનગરવાળા છેલ્લા

દોઢેક માસથી પેરાલેસીસ ની બિમારી સબબ ખાટલા વસ હતા જેને અચાનક છાતી માં દુ:ખાવો થતા પ્રાઈવેટ હોસ્પિટલમા બાજુમાં લઈ જતા  મરણ ગયેલ જાહેર કરેલ છે.

ગાજરફળીમાં ઈગ્લીશ દારૂ સાથે એક ઝડપાયો : એક ફરાર

 અહીં સીટી એ- ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. મયુરરાજસિંહ જયેન્દ્રસિહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, જલાની જાર, ગાજરફળી ચોકમાં પિયુષ ઉર્ફે અનિલ જીતેન્દ્રભાઈ નંદા, ભારતીય પાસ પરમીટ વગર ઈગ્લીશ દારૂની બોટલ નંગ-, કિંમત રૂમ.૨૫૦૦/- ના મુદામાલ સાથે રેઈડ દરમ્યાન ઝડપાઈ

ગયેલ છે. તથા આરોપી પરેશ ઉર્ફે પસો શંભુભાઈ મગે, જામનગરવાળો ફરાર થઈ ગયેલ છે.

વર્લીમટકાના આંકડા લખતો એક શખ્સ ઝડપાયો : એક ફરાર

 સીટી એ- ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. યોગરાજસિહ પ્રવિણસિહ રાણા એ ફરીયાદ નોંધાવી છે કે, ભગદેવાળી ગલી પાસે નયન સુરેશભાઈ નદા, રે. જામનગરવાળો જાહેરમાં ઉભો રહી પોતાના મોબાઈલમાં વોટસએપ એપ્લીકેશનમાં આ કામના અન્ય આરોપી અતુલ ઉર્ફે ગાજો જયંતીભાઈ નંદા રે. જામનગરવાળા ને વર્લીમટકાના આંકડાના મેસેજથી મોકલી લખાવી જુગાર રમી ૨માડી પૈસાની હારજીત કરતા મોબાઈલ નગ-, કિંમત રૂમ.૧૫,૦૦૦/- તથા રોકડા રૂમ.૭૦૦/- મળી કુલ રૂમ.૧૫,૭૦૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે તથા આ કામના આરોપી અતુલ ઉર્ફે ગાજો જયંતીભાઈ નંદા ફરાર થઈ ગયેલ છે.આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સીટી એ-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. ફીરોઝભાઈ ગુલમામદભાઈ ખફી એ ફરીયાદ નોંધાવી છે કે, પવનચક્કી, શિવહોટલ પાસે, ગણેશ વડાપાઉની રેકડી પાસે અતુલ ઉર્ફે ગાજો જયંતીભાઈ નંદાને વર્લીમટકાના આકડા લખી લખાવી પેસાની હારજીત કરતા રોકડા રૂમ.૧૦૫૦૦/- ના મુદામાલ સાથે રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ  છે. (૯.૧)

(1:13 pm IST)