Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

જુનાગઢમાં સરકારી પ્રા.શાળા અને જિલ્લા આરોગ્ય તાલીમ કેન્દ્રમાં તસ્કરો ખાબકયા

રેકર્ડ વેર વિખેર કરી ચોરીની કોશિષ

જુનાગઢ, તા.૨૪: જુનાગઢમાં સરદાર બાગ પાસે આવેલ સરકારી પ્રાથમિક શાળા તેમજ બાજુમાં આવેલ જૂનાગઢ જિલ્લા આરોગ્ય તાલીમ કેન્દ્રનાં તાળા ખોલીને ૨૧ થી ૨૩ દરમિયાન રાત્રે તસ્કરો ખાબકયા હતા.

આ બંને જગ્યાએથી કંઇ માલ-મતા હાથ ન લાગતા તસ્કરોએ સરકારી રેકર્ડ વેરવિખેર કરી ચોરી કરવાની કોશિષ કરી હતી.

આ અંગે ગઇકાલે સાંજે શિક્ષીકા અમિતાબેન પરસોતમભાઇ રબારાએ ફરિયાદ કરતા સી ડીવીઝનમાં પ્રોબેશ્નર પીએસઆઇ શ્રી પટેલે તપાસ હાથ ધરી છે.(૨૩.૧૮)

(1:12 pm IST)