Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

જેતપુર ગર્લ્સ સ્કૂલના શિક્ષકને છેડતી પ્રકરણમાં સસ્પેન્ડ કરાતા એબીવીપી દ્વારા ફટાકડા ફોડાયા

જેતપુર, તા. ૨૪ :. શહેરના સ્ટેન્ડ ચોક વિસ્તારમાં આવેલ નગરપાલિકા સંચાલીત કુંભાણી મ્યુનિ. ગર્લ્સ હાઈસ્કૂલમાં ફરજ બજાવતા શિક્ષક પ્રવિણભાઈ નંદાણીયા સામે આ સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ ટયુશન કલાસીસમાં બોલાવી પાસ કરાવી આપવાની લાલચ આપી બીભત્સ માગણી કર્યાની ફરીયાદ દાખલ કરાવતા શાળા બોર્ડ કમીટીના ચેરમેન એચ.એસ. જોટંગીયાએ મીટીંગ બોલાવી તે શિક્ષકને ફરજ મોકુફ કરવા સર્વાનુમતે ઠરાવ કરેલ.

આ ઠરાવને આવકારતા અખીલ ભારતીય વિદ્યાર્થી પરીષદે આજરોજ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે ફટાકડા ફોડી આવા લંપટ શિક્ષકોને આકરી સજા થવી જોઈએ અને પાલિકા દ્વારા લેવાયેલ નિર્ણયની સરાહના કરી હતી.

(1:10 pm IST)