Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

ભાવનગરમાં કોંગી કોર્પોરેટર ધનશ્યામ ચુડાસમાનું અપહરણ : ખૂનની ધમકી

ત્રણ શખ્સોએ ધોકા-પાઇપ વડે હુમલો કરીને રિક્ષામાં બેસાડીને લઇ જતા હતા ત્યારે રિક્ષામાંથી કુદકો મારીને જીવ બચાવી નાશી છુટ્યા

ભાવનગરમાં કોંગી કોર્પોરેટર પર હુમલો થતાં હોસ્પિટલે ખસેડાયેલ છે. (તસ્વીર : મેઘના વિપુલ હિરાણી, ભાવનગર)

ભાવનગર તા. ર૪ : ભાવનગરના કોંગ્રેસના કોર્પોરેટર ઘનશ્યામભાઇ ચુડાસમાનું અપહરણ કરી માર મારી જાનથી મારી નાખવાની ધમકી અપાતા ચકચાર મચી જવા પામી છે.

મળતી વિગતો મુજબ શહેરના કુંભારવાડા નારીરોડ ગોકુલનગર પ્લોટ નં. ૯માં રહેતા અને વોર્ડ નં. ૭ કુભાંરવાડાના કોંગ્રેસના કોર્પોરેટર ઘનશ્યામભાઇ શિવાભાઇ ચુડાસમા આજે સવાર નારી રોડ રામદેવનગર વિસ્તારમાં પાણીના કનેકશન બાબતે ચર્ચા કરતા હતા તે દરમિયાન આરીફ કડી અને અન્ય બે સહિત ત્રણ શખ્સોએ કોર્પોરેટર ઘનશ્યામભાઇ ઉપર ધોકા અને પાઇપ વડે હુમલો કરી એક રીક્ષામાં બેસાડી અપહરણ કરી લઇ જતા હતા ત્યારે ઘનશ્યામભાઇએ રીક્ષામાંથી કુદકો મારી પોતાનો જીવ બચાવવા નાસી છુટયા હતા અને સરટી. હોસ્પીટલ પહોંચી ગયા હતા ઘશ્યાભાઇને સારવાર માટે સરટી. હોસ્પીટલ ખસેડાયેલ છે.

બનાવની જાણ થતા જ ડી ડીવીઝન પોલીસનો સ્ટાફ હોસ્પીટલ દોડી ગયા હતો અને કોર્પોરેટર ઘનશ્યામભાઇ ચુડાસમાની પુછપરછ કરી ફરીયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી છે. આ બનાવે ચકચાર જગાવી છે.

(1:27 pm IST)