Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

મોરબી તાલુકા પોલીસે ૧૩ બોટલ દારૂ સાથે જયદીપ ચાઉને ઝડપી લીધો

મોરબી, તા. ૨૪ :. મોરબી તાલુકા પોલીસે લાલપર નજીક રહેણાંક મકાનમાંથી વિપ્ર શખ્સને ૧૩ બોટલ વિદેશી દારૂ સાથે ઝડપી લીધો હતો.

મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના લાલપર ગામે રહેણાંક મકાનમાં દારૂ હોવાની તાલુકા પોલીસને બાતમી મળતા પોલીસની ટીમે જયદીપ ઉર્ફે જયુ બેચરભાઈ ચાંઉ જાતે બ્રાહ્મણ (ઉ.વ. ૩૦) રહે. હાલ લાલપર ગામ બાપા સીતારામ મઢુલી પાસે ઓરસન ઝોન-૨ વાળાના ઘરમાંથી પોલીસે ૧૩ બોટલ દારૂ કિંમત રૂ. ૩૯૦૦ મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

(11:56 am IST)