Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

ભાવનગરનાં બીલડી ગામે આખલાએ હડફેટે લેતા હેલ્મેટ પહેરેલ બાઇક ચાલકનું મોત

ભાવનગર તા. ર૪ :.. ભાવનગર પંથકમાં હેલ્મેટ પહેરી બાઇક ઉપર જઇ રહેલા યુવાનનું બાઇક પરથી પટકાતાં ગંભીર ઇજા થતાં મોત નિપજયુ હતું. આમ હેલ્મેટ યુવાનનું જીવન બચાવી શકી ન હતી.

સરકાર દ્વારા ટુ વ્હીલર ચાલકો માટે જાનની સલામતી માટે હેલ્મેટ પહેરવી ફરજીયાત બનાવી છે. પરંતુ ભાવનગર પંથકમાં એક યુવાનનું હેલ્મેટ પહેરેલ હોવા છતાં ઇજા થતાં મોત નિપજયુ છે.

મળતી વિગતો મુજબ ભાવનગર જીલ્લાનાં મહુવા તાલુકાના બીલડી ગામે રહેતાં ભુપતભાઇ રણછોડભાઇ ચુડાસમા ઉ.૪પ નામનો યુવાન તેનાં મોટર સાયકલ ઉપર હેલ્મેટ પહેરી જતો હતો ત્યારે ગાયત્રી મોટરનાં નાળા મહુવા નજીક ખુંટીયા એ બાઇકને હડફેટે લેતાં ભુપતભાઇનું બાઇક પરથી પડી જતાં ગંભીર ઇજા થતાં તેનું મોત નિપજયું હતું.

(11:56 am IST)