Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

લાઠીમાં નમ્રમુનિ મહારાજ સાહેબનો ૪૯મો જન્મોત્સવ માનવતા મહોત્સવ તરીકે ઉજવાયો

બટુકભોજન, ગૌમાતા લાપસીના ભોજન, કબુતરોને ચણની સેવાના કાર્યો કરાયા

લાઠી,તા.૨૪: શહેરના પનોતા પુત્ર અને યુગદિવાકર રાષ્ટ્ર સંત શ્રી નમ્રમુનિ મહરાજ.સાહેબ નો ૪૯ મો જન્મોત્સવઙ્ગ 'માનવતા મહોત્સવ'રૂપે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.

લાઠી શહેર માં જેન જેનોતર માં અદમ્ય ઉત્સાહ સાથે લાઠીના ગૌરવ સમા જેન શાસન પ્રભાવક રાષ્ટ્ર સંતનુ બિરૂદ મેળવનાર પ.પૂ. શ્રી નમ્રમુનિ મહારાજના ૪૯ માં જન્મ દીને લાઠી જૈન સંઘ પરિવાર અને રાજકોટ ના અહ્રમ ગૃપ દ્વારા'માનવતા મહોત્સવ'તરીકે ઉજવવામાં આવેલ હતો

આ મહોત્સવ નિમિત્ત્।ે લાઠીની સરકારી તમામ શાળાના બાળકોને બટુક ભોજન,લુવારીયા દરવાજે નમ્રમુનિ મહારાજ ના સહયોગથી બનાવેલ પક્ષીઓ માટે ભવ્ય ચબુતરામા પક્ષી ઓને ચણ, ગૌશાળામાં ગાયો ને લાપસી પીરસવામાં આવેલ.બટુક ભોજન બાદ બાળકોને કંપાસ અને ચોકલેટ વિતરણ કરી બાળકોને ખુશ કરેલ હતાં.

સાથોસાથ બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલ હતું.આ માનવતા મહોત્સવ માં લાઠી શહેરના દરેક સામાજિક સ્વૈચ્છિક રાજસ્વી સંસ્થાઓના આગેવાનો ની ઉપસ્થિતમાં માનવતા મહોત્સવ ખરા રૂપે માનવતા મહેકાવી જીવદયા પરોપકાર પરમાર્થના કાર્યોથી ઉજવ્યો 'માનવતા મહોત્સવ' જીવદયા કરુણા ના સંદેશ સાથે માનવતા મહોત્સવ દ્વારા દરેક જીવાત્મા ના કલ્યાણની કામના કરવામાં આવી હતી.(૨૨.૨)

(11:50 am IST)