Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

પોરબંદર પંથકની દરિયાઇ વિસ્તારમાં

માછીમારીની એક ટ્રીપના દિવસો વધારવા રજૂઆત

પોરબંદરના માછીમારોએ ફીશીંગ ટ્રીપનો સમય વધારવા પૂર્વમંત્રી બાબુભાઇને લેખીત રજૂઆત કરી તે પ્રસંગની તસ્વીર.

પોરબંદર તા.૨૩ : પોરબંદર જિલ્લા મચ્છીમાર મહામંડળના પ્રમુખ માવજીભાઇ ઝુંગીએ રાજયની પૂર્વ કેબીનેટ મંત્રી બાબુભાઇ બોખીરીયાને એક પત્ર પાઠવી દરિયામાં માછીમારી કરવા જતા માછીમારોની ટ્રીપના દિવસો વધારવા માંગણી કરી છે.

પત્રમાં જણાવ્યું છે કે, અગાઉ માછીમારોને એક ટ્રીપ ૨૦ દિવસની અપાતી હતી. હાલ સરકાર માછીમારોના વિકાસ માટે પ્રયત્નશીલ છે.

હાલ માછીમારો માટે ફીશીંગની ટ્રીપના દિવસો ઘટાડયા હોવાથી માછીમારોની રોજગારીને અસરપડે છે. ખર્ચને પહોચી વળવા માટે અગાઉ જે એક ટ્રીપ માટે ૨૦ દિવસ હતા તેમા વધારો કરવા માંગણી કરી છે.

સ્ટ્રીટલાઇટો ચાલુ કરવા માંગણી

ભારતીય કિશાન સંઘના પ્રદેશ કારોબારી સદસ્ય નાગાજણ સુધાભાઇ જેઠવા પોરબંદર ન.પા.ના ચીફ ઓફીસરને એક પત્ર પાઠવી શહેરના જયુબેલી ચાર રસ્તા પર આવેલ હાઇરાઇઝ ટાવર અને જયુબેલી પુલ પર છેલ્લા ઘણા સમયથી સ્ટ્રીટ લાઇટો બંધ હોય રાત્રીના સમયે પણ અનેક લોકોની અવરજવર રહેતી હોય સલામત અને સુરક્ષાની સ્થિતિને ધ્યાને લઇ તાકીદે સ્ટ્રીટ લાઇટો ચાલુ કરવા માંગણી કરી છે.(૪૫.૩)

(11:49 am IST)