Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

ખેલ મહાકુંભ-૨૦૧૯ અંતર્ગત ભાણવડ પુરૂષાર્થ સ્કૂલ ખાતે અનેકવિધ સ્પર્ધાઓ યોજાઈ

ભાણવડની પુરૂષાર્થ શૈક્ષણીક સંકુલ ખાતે ખેલ મહાકુંભ ૨૦૧૯ અંતર્ગત તાલુકા કક્ષાની અનેકવિધ સ્પર્ધાઓ તેમજ જીલ્લાકક્ષાની યોગાસન સ્પર્ધા યોજાઇ હતી તે તસ્વીર (તસ્વીરઃ રવિ પરમાર ભાણવડ)

ભાણવડ તા.૨૪: ભાણવડ ખાતે આવેલી ખાનગી સંસ્થા પુરૂષાર્થ શૈક્ષણિક સંકૂલ ખાતે ખેલમહાકુંભ-૨૦૧૯ અંતર્ગત તાલુકા કક્ષાની અનેકવિધ સ્પર્ધાઓ તેમજ જીલ્લા કક્ષાની યોગાસન સ્પર્ધા યોજાઈ ગઈ.

રાજય સરકારના રમત-ગમત,યુવા અને સાસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ-ગાંઘીનગર આયોજીત સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગૂજરાત ગાંધીનગર સંચાલિત ખેલ મહાકુંભ-૨૦૧૯ અતર્ગત તાલુકા કક્ષાની કબડ્ડી,ખોખો,ચેસ,વોલીબોલ ,રસ્સાખેંચ તેમજ જીલ્લા કક્ષાની યોગાસન સ્પર્ધા યોજાઈ  હતી.

તાલૂકા અને જીલ્લા રમતગમત કન્વીનર ખુશાલભાઈ શીલુના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવેલ આ સ્પર્ધાઓમાં ભાણવડ તાલુકા શિક્ષણાધિકારી નંદાણીય।ા,બીઅ।રસી ગાગલીયા તેમજ રેફરી-પંચ કાર્ય તરીક્રે વ્યાયામ શિક્ષકો જી.વી. પાથર, વિ.જી.પાઠક, કે.કે.કરમુર, ડી.  એન.લાડાણી, બેલાભાઈ, કેશુર ભાઈ, આલાભાઈ, વિનોદભાઈ, ભરતસિંહ, નિતા બેન, મિતાબેન, અશ્વિનભાઈ, માલદેભાઈ, હિતેષભાઈ અને સહ કન્વીનર સામતભાઈના સહયોગથી તમામ સ્પર્ધા ઓમાં ઉત્સાહભેર હિસ્સો લઈ પોતાની ક્ષમતા દાખવી હતી.

તાલુકા કક્ષાની તમામ રમતોમાં વિજેતા થનાર સ્પર્ધક જીલ્લા કક્ષાની સ્પર્ધામાં તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે જયારે જીલ્લા કક્ષાની યોગાસન સ્પર્ધામાં વિજેતા થનાર સ્પર્ધક રાજયકક્ષાએ જીલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.

(11:38 am IST)