Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

ખેલ મહાકુંભ -૧૯ દરમિયાન

હળવદની તક્ષશીલા વિદ્યાલયના સ્પર્ધકોએ ત્રણેય એઇજ ગ્રુપમાં ગોલ્ડ મેડલ મેળવ્યો

હળવદ,તા.૨૪: ખેલ મહાકુંભમાં હેન્ડબોલની જીલ્લા કક્ષાની ટુર્નામેન્ટ મોરબી મુકામે યોજાઈ ગઈ. જિલ્લા રમત-ગમત અધિકારી આયોજિત આ હેન્ડબોલ સ્પર્ધામાં હળવદની તક્ષશિલા વિદ્યાલયની ટીમે અન્ડર-૧૪, અન્ડર-૧૭ અને ઓપન એમ ત્રણેય એઈજ કેટેગરીમાં પ્રથમ નંબર મેળવી કલીનસ્વીપ કર્યું હતું. તક્ષશિલા વિદ્યાલયના ધરેજીયા સુનીલ મેહુલભાઈની કેપ્ટન્સી હેઠળ અન્ડર-૧૪ માં, રૂદાતલા વિક્રમ શામજીભાઈના નેતૃત્વમાં અન્ડર-૧૭ માં અને સાબરિયા હિતેષની કેપ્ટન્સીમાં ઓપન કેટેગરીમાં ગોલ્ડ મેડલ મેળવ્યો.

રાજય સરકારની આ ઇનામી ખેલ મહાકુંભમાં તક્ષશિલા વિદ્યાલયના ૩૬ જેટલા વિદ્યાર્થીઓના ખાતામાં આશરે એકાણું હજાર જેટલી માતબર રકમ ડાયરેકટ ખાતામાં જમા થશે. સમગ્ર સ્પર્ધા દરમ્યાન જોગરાણા સુનીલ પ્રભુભાઈ અને અને જોગરાણા સન્ની પ્રભુભાઈ નામની વઢવાણના ચમારજ ગામના અને હળવદ તક્ષશિલા હોસ્ટેલમાં રહેતા ભરવાડ ભાઈઓની બંધુ બેલડીએ બેસ્ટ ગોલ કિપરની એવોર્ડ જીત્યો. જયારે બેસ્ટ એટેકર તરીકે ગોરીયા શામજી રમેશભાઈ, હટીલા પિન્ટુ રમેશભાઈએ ફાઈન જમ્પશૂટ અને સારલા હર્ષદ નવદ્યણભાઈએ બેસ્ટ ડિફેન્સ ટેકનીક દાખવી 'ધ વોલ'નો મેડલ મેળવ્યો હતો. સોલંકી ગૌતમ ગલાભાઈ, બાવળિયા પાર્થ પ્રવીણભાઈ અને સારલા હર્ષદ નવદ્યણભાઈએ અનુક્રમે બેસ્ટ ડ્રીબ્લર, બેસ્ટ પાસીંગ અને બેસ્ટ થ્રોઈંગનો મેડલ મેળવ્યો હતોતક્ષશિલા વિદ્યાલયના ૩૨ જેટલા વિદ્યાર્થીઓ આગામી સમયમાં યોજાનાર રાજયકક્ષાની ટુર્નામેન્ટમાં જમ્બો સકસેસ મેળવે તેવી શુભેચ્છા હમીર રબારી તથા દિનેશ રબારી તથા શાળાના મેનેજિંગ ડિરેકટર ડો.મહેશભાઈ પટેલે વ્યકત કરી હતી.

(11:36 am IST)