Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

ઘોઘા-દહેજ રો...રો...ફેરી સર્વિસ બંધ કરવાના નિર્ણય સામે ઘોઘાના હોદેદારોનો સરકાર સામે રોષ

(મેઘના વિપુલ હીરાણી દ્વારા) ભાવનગર તા. ર૪ :.. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની મહત્વકાંક્ષી યોજના ઘોઘા-દહેજ રો...રો... ફેરી સર્વિસ શરૂ થયા બાદ વારંવાર બંધ થાય છે. પરંતુ આજથી અચોકકસ મુદત માટે આ ફેરી સર્વિસ યોજના બંધ કરવામાં આવતા બુકીંગ કરાવનારા પેસેન્જરો હેરાન થઇ ગયા છે.

ઉપરાંત વારંવાર બંધ થતી આ ફેર સર્વિસ ફરી કયારે શરૂ થશે ? તે અંગે ચર્ચા જાગી છે.

ઘોઘા-દહેજ રો...રો... ફેર સર્વિસનું સંચાલન કરતી ઇન્ડિગો કંપનીના સુત્રોના જણાવ્યા મુજબ દહેજ ખાતેનાં એચરોચ્ચ ચેનલ અને ટર્નિગ સર્કલમાં અપુરતી પાણીની ઉંડાઇનાં કારણે અનિશ્ચત સમય માટે આ સર્વિસ બંધ કરવામાં આવી છે.

જેની સામે ઘોઘા તાલુકા પંચાયત પ્રમુખ સંજયસિંહ ગોહીલ, ઘોઘાના સરપંચ અંશારભાઈ રાઠોડ અને તાલુકા પંચાયત સદસ્ય મુકેશભાઈ ગોહિલ રૂબરૂ રો.રો.ફેરી ની મુલાકાત કરી,રો.રો.ફેરી સર્વિસ માં જતા પેસેન્જરો ને અગવડતા ના પડે તે માટે જરૂરી સૂચના આપી,સંજયસિંહ ગોહિલ દ્વારાઙ્ગ સરકાર ની અણઆવડત સામે રોસ વ્યકત કરતા  સરકારની માત્ર ચૂંટણી લક્ષી યોજના હોય તે સ્પષ્ટ પુરવાર થાય છે, પૂરતા પેસેન્જર મળવા છતાં ફેરી સર્વિસ બંધ કરવી યોગ્ય નથી સરકાર ની અણઆવડત અને ભાવનગર ને કાયમ અન્યાય કરતી નીતિ જવાબદાર,ભાવનગર ની જનતાએઙ્ગ લોકસભા અને ૬ વિધાનસભા માં પ્રતિનિધિત્વ કરવાની તક ભાજપ ને આપી છે અને ગુજરાત સરકારમાંઙ્ગ ૨ મંત્રી ભાવનગરના છે અને ૧ કેન્દ્ર સરકારમાં રાજયસભાના સાંસદ કેન્દ્રીય રાજય મંત્રી છે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઘોઘા આવ્યા ત્યારે ભાવનગર થી હજીરા રો.રો ફેરી સર્વિસ ચાલુ કરવાની જાહેરાત કરી હતી પરંતુ જે ફેરી સર્વિસ ચાલુ છે ઘોઘાથી દહેજઙ્ગ તે ચલાવી સકતા નથી તો બીજી કયારે ચાલુ થશે? ભાવનગર ની જનતા ને કાયમ સપના જ જોવાના રહેશે?સરકારી તંત્ર જેમાં જી.એમ.બી.ની સંપૂર્ણ બેદરકારી અને અણઆવડત સાબિત થાય છે,જી.એમ.બી.ની બેજવાબદાર નીતિ ઘોઘાનીઙ્ગ દરિયાઈ સંરક્ષણ દીવાલ વર્ષોથી નષ્ટ થઈ ગઈ હોવા છતાં બની નથી,ઘોઘાને હંમેશા ઠેંગો જ બતાડવામાં આવ્યો છે,પ્રજા ની પરસેવાની કમાણી માંથી ટેકસ ઉઘરાવી રૂપિયા ૬૦૦ કરોડ થી વધારેઙ્ગ ના ખર્ચેઙ્ગ રો.રો.ફેરી સર્વિસ પ્રોજેકટ બનાવ્યા પછી સરકારની બેજવાબદાર નીતિ ને કારણે અનિશ્ચિત મુદત માટે બંધ કરવી પડી,તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી એક વખત અને પ્રધાન મંત્રી બન્યા બાદ પેસેન્જર શિપ નું ઉદઘાટન કરી ગયા છે,અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ૨ વાર ફેરી સર્વિસનું ઉદઘાટન કરી ગયા છે તે રો. રો. પ્રોજેકટ અનિશ્ચિત મુદત માટે બંધ થતા સરકાર ની ભાવનગર પ્રત્યેની ઉદાસીનતા સ્પષ્ટ દેખાય છે,અને છાસવારે ફેરી સર્વિસ બંધ થતી હોવા થી પેસેનજોરો ની ફેરી સર્વિસ પ્રતેની વિશ્વસનીયતા પડી ભાંગી છે. તેમ કહીને ઘોઘાના આગેવાનોએ રોષ ઠાલવ્યો છે.

(11:33 am IST)