Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

ગઢડાની ૩૯ લાખની આંગડીયા લુંટમાં વોન્ટેડ આરોપીને મોરબી એલસીબીએ ઝડપી લીધો

ચંદુ ઉર્ફે ઢીંગલી કોળી થાનગઢની જુથ અથડામણમાં બે વખત પકડાઇ ચુકયો છે અને દારૂના ગુન્હામાં પણ વોન્ટેડ છે.

મોરબી તા ૨૪ :  બોટાદ જીલ્લાના ગઢડા પોલીસ મથકના આંગડીયા પેઢીના લુંટના ગુન્હામાં તથા થાનગઢના દરૂના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને મોરબી એલ.સી.બી. ટીમે ઝડપી લીધો હતો.

મોરબી એલ.સી.બી પી.આઇ. વી.બી. જાડોજાની એલ.સી.બી. ટીમ પેટ્રોલીંગમાં હોય દરમીયાન બોટાદ જીલ્લાના ગઢડા પોલીસ મથકના પી. વિજય આંગડીયા પેઢીના કર્મચારીને માર મારી રોકડા રૂા ૬,૨૮,૦૦૦ તથાહીરાના પેકેટ નંગ-૪૨ કિંમત રૂા ૩૩,૦૦,૦૦૦ રોકડા એક  કુલ મુદામાલ કીંમત રૂા૩૯,૨૮,૦૦૦ ની લુંટનો ગુન્હો ફરીયાદી રાકેશભાઇ ઉર્ફે આર.કે., રમણીકભાઇ પટેલે નોંધાવ્યો હતો, જે મામલે બોટાદ એલ.સી.બી ટીમ દ્વારા આરોપીને પકડી પાડવામાં આવેલ હોય અને આરોપી ચંદુ ઉર્ફે ઢીંગલી ઉર્ફે સંજય નરશીભાઇ કોળી નાસતો ફરતો હોય અને સાડા ત્રણેક માસથી પોલીસ તપાસમાં હોય દરમિયાન મોરબી એલ.સી.બી. ટીમે બાતમી આધારે મોરબી ત્રાજપર ચોકડી નજીક આરોપી ચંદુ ઉર્ફે ઢીંગલી કોળી મળી આવતા તેને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ ઝડપાયેલ આરોપી સને ૨૦૧૬માં થાનગઢ વિસ્તારમાં થયેલ જુથ અથડામણમાં બે ગુન્હામાં પકડાઇ ચુકેલ છે, તેમજ ચાલુ વર્ષમાં થાનગઢ પોલીસ મથકના દારૂના ગુન્હામાં પણ સંડોવાયેલ છે અને પકડવાનો બાકી છે.

(11:32 am IST)