Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

બાંટવા, શીલ અને ગડુમાં પોલીસના જૂગાર દરોડાઃ ૧૩ શખ્સોની દોઢ લાખ સાથે ધરપકડ

જૂનાગઢ તા. ર૪ :.. બાંટવા, શીલ અને ગડુમાં પોલીસે જૂગાર અંગે દરોડા પાડીને ૧૩ શખ્સોની દોઢ લાખની રોકડ સાથે ધરપકડ કરી હતી.

બાંટવાના પીએસઆઇ એ. કે. પરમારે નાગાભાઇ જીવાભાઇ પરમારના ઘરે દરોડો પાડીને ૮ જવાને રૂ. પપ૧૬૦ ની સાથે ઘોડીપાસાનો જૂગાર રમતા પકડી પાડયા હતાં.

શીલનાં શ્રી ઝાલાએ આંત્રોલી ગામમાંથી ત્રણ જુગારીને રૂ. ર૭૦૮૦ સાથે ધરપકડ કરી હતી. ઉપરાંત ગડુ પોલીસે બે જૂગારી રમતા રૂ. ૯૦રપ૦ ના મુદામાલ સાથે પકડી પાડયા હતાં. જો કે, કેટલાંક શકુની નાસી જતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

(11:32 am IST)