Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

કચ્છની દરિયાઇ સીમા પર સુરક્ષા એજન્સીનું સઘન પેટ્રોલીંગ: ટાપુઓ પર પણ કર્યું ચેકીંગ

ઘુષણખોરી મામલે ચાંપતી નજર : એસપીએ દરિયાઈ સીમાનું નિરીક્ષણ કર્યું

ભુજ : ગુજરાતનાં દરિયા કિનારે સરકાર દ્વારા બેવડી કાળજી રાખવામાં આવી રહી છે. ગુજરાતનો 1600 કી.મી લાંબો દરિયાકાંઠો અતી સંવેનશીલ ગણવામાં આવે છે. અને જ્યારે પાકિસ્તાન પ્રેરીત આતંકીઓનો ભારતમાં ધૂષણખોરી કરવાનો મોટો ખતરો મંડરાઇ રહ્યો છે. ત્યારે ગુજરાતનાં દરિયા પર ચાપતી નજર અતિ આવશ્યક ગણવામાં આવે છે.

 કચ્છ અને ખાસ કરીને સીરી ક્રિક અને હરામી નાળા વિસ્તારોમાં ચાપતી નજર હોય જ છે, પરંતુ જ્યારે પણ હવામાન પલટાય ત્યારે કચ્છ પર વિશેષ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવે છે અને આજ રુટીનનાં ભાગ રૂપે કચ્છ દરિયાઈ સીમામાં પોલીસનું સઘન પેટ્રોલિંગ યોજવામાં આવી રહ્યું છે.

  પશ્ચિમ કચ્છનાં SPએ દરિયાઈ સીમાનું નિરીક્ષણ કર્યું હતું. સંવેદનશીલ દરિયાઈ ટાપુઓની SP દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. શેખરણપીર, હેતલ , મોટાપીર, બગથરો સહિત લુણા ટાપુ પર નિરીક્ષણ કરી SP અને સુરક્ષા એજન્સી દ્વારા સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરી હતી.

(8:28 pm IST)